Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ના હોયઃ કોરોના વાઇરસનો ચેપ સામેથી વહોરવા માટે લંડનની લેબોરેટરી ઓફર કરે છે ૩.૩૩ લાખ રૂપિયા

લંડન,તા.૧૪:કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કર્યો છે. એ બીમારીથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝર્સનો વપરાશ તથા અન્ય અનેક પ્રકારના ઉપાય કરે છે. દુનિયાના ૧૦૯ દેશોના ૧,૨૬,૩૮૦થી વધારે લોકો એ વાઇરસના ચેપથી બીમાર છે. એવા સંજોગોમાં બ્રિટનથી આશ્ચર્યજનક સમાચાર મળ્યા છે. ત્યાં સ્વેચ્છાએ કોરોના વાઇરસનો ચેપ વહોરી લેનારી વ્યકિતઓને ૪૫૦૦ ડોલર એટલે કે અંદાજે ૩.૩૩ લાખ રૂપિયા ચૂકવવાની ઓફર લંડનની એક લેબોરેટરીએ કરી છે.સવાલ એ થાય કે કોઈ આવી ઓફર શા માટે કરે? વાત એમ છે કે બજારમાં હજી સુધી કોરોના વાઇરસની કોઈ દવા ન આવી હોવાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા અને વેકિસન તૈયાર કરવાના પ્રયોગ કરવા સક્રિય બની છે એથી કોરોના-ઇન્ફેકટેડ વ્યકિતઓની જરૂર ઊભી થઈ છે. જે લોકો સ્વેચ્છાએ ઇન્ફેકશન સાથે આઇસોલેશન વોર્ડમાં કવોરન્ટીન ફેસિલિટીમાં રહીને પોતાના પર પ્રયોગ કરવા દેવાનો સહકાર આપવા તૈયાર હોય એવા એક વખતે ૨૪ જણને ૪૫૦૦ ડોલર આપવાની ઓફર વિવિધ કંપનીઓ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રનાં સંગઠનોએ પણ કરી છે. એ લોકોના શરીરમાં 0C43 અને 229E એમ બે પ્રકારના વાઇરલ લોડ નાખીને ૧૪ દિવસ સુધી ડોકટરો અને નર્સ વચ્ચે રાખવામાં આવશે. વાઇરલ લોડ માપવા માટે અવારનવાર તેમના થૂંક અને ગળફા તપાસવામાં આવશે.

(2:49 pm IST)