Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

સામૂહીક કબરો પાસે અસામાન્ય ગતિવિધીઓઃ સેટેલાઈટ તસવીરોથી થઈ જાણ

વોશિંગ્ટન પોસ્ટનો કોરોનાથી મોત થયેલ લોકો અંગે ધડાકો

વોશિંગ્ટન,તા.૧૪: અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, ઈરાનના બેહશતએ મશોમેહ પાસે જે સામુહિક કબરો છે. ત્યાં અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી છે. અહેવાલમાં કહેવાયું છે કે, તેહરાનથી ૮૦ મીલ દૂર કોમમાં ૨૧મી ફેબ્રુઆરીથી કબરોનું ખોદકામ શરૂ થયું હતું.

સેટેલાઈટથી આવેલી તસવીરોમાં એપણ દેખાઈ રહ્યું છે કે, જેમ જેમ બીમારી વધતી ગઈ તેમ તેમ કબરોનો આકાર વધતો ગયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ફેબ્રુઆરીના અંતમાં બે સામુહિક કબરો બનાવાઈ જે ૧૦૦ એકરમાં ફેલાયેલી છે. આ સામુહિક કબરો અંતરિક્ષમાંથી પણ દેખાય છે. નિષ્ણાતોના વિશ્લેષણ, વીડિયો દ્વારા મળેલી જાણકારી અને સત્તાવાર નિવિદનોને ટાંકતા અહેવાલમાં લખાયું છે કે, આ કબરોનું ખોદકામ એ માટે કરાયું છે કે, કોરોના વાયરસથી પીડિત લોકોને અહીં દફનાવાઈ શકાય.

(12:46 pm IST)