Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

શાંતિનું મિશન ફેઇલ થયું

મસુદ અઝહર અંગે ચીનની લુચ્ચાઇ અંગે અમેરિકા ઉવાચ

વોશિંગ્ટન  તા. ૧૪ : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને ફરી એક વાર અવળચંડાઈ કરીને આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાથી બચાવી લીધો હતો. એક આતંકીને બચાવવા માટે ચીનના આવા પગલાંની અમેરિકાએ આકરી ભાષામાં ટીકા કરી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આવું ચોથી વખત બન્યું છે જયારે ચીને અવળચંડાઈ કરી છે. ચીને સુરક્ષા પરિષદને આવું કામ કરતા રોકવી જોઈએ નહીં. પરંતુ આવું થયું છે. આવું કરવાથી ઉપમહાદ્વીપમાં શાંતિનું મિશન નિષ્ફળ રહ્યું છે.'

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા રોબર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'ચીનનું આવું પગલું આતંકવાદીનો મુલાબલો કરવા અને દક્ષિણ એશિયાના દેશોમાં સ્થિરતા લાવવાના પોતાના સ્વંય ઘોષિત લક્ષ્ય સાથે અસંગત છે. જો ચીન પોતાના લક્ષ્ય તરફ ગંભીર છે તો તેણે પાકિસ્તાન કે અન્ય દેશના આતંકવાદીઓને સુરક્ષા પરિષદમાં બચાવવા જોઈએ નહીં.'

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'જો ચીન પોતાની અવળચંડાઈ ચાલુ જ રાખશે તો જવાબદાર સભ્યો સુરક્ષા પરિષદમાં બીજા પગલાં લેવા માટે મજબૂર થઈ શકે છે. આ વાત આટલી આગળ વધવી જોઈએ નહીં.'

નોંધનીય છે કે ચીને સતત ચોથી વખત ભારતને ઝટકો આપતા આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાથી બચાવી લીધો હતો. ભારત છેલ્લા ૧૦ વર્ષથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરી રહ્યું છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે ૧૫ સભ્યોની સંયુકત સુરક્ષા પરિષદને મૌલાના મસૂદ અઝહર પર તમામ પ્રકારનાપ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર હથિયારોના વેપાર અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવવાની સાથે સાથે તેની સંપત્ત્િ। પણ જપ્ત કરવામાં આવે.

વિદેશ મંત્રાલયે આતંકી મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરવાનો પ્રસ્તાવ રદ થવા પર કહ્યું છે કે અમારી લડાઈ ચાલુ જ રહેશે. મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક આતંકી હુમલામાં સામેલ છે. તેને આતંકી જાહેર કરવા માટે દરેક સંભવિત પ્રયાસ અને રસ્તા અપનાવવામાં આવશે.

(3:36 pm IST)