Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ATM માં મહિલાને લૂંટવા આવેલા ચોરનું દિલ પીગળી ગયું

બીજીંગ તા.૧૪: અત્યાર સુધી આપણે લૂંટફાટની ઘટનાઓમાં અત્યંત ક્રુર અને અમાનવીય ચોરોની જ વાત સાંભળી હશે. જો કે ચીનમાં એક ઘટના એવી ઘટી જેમાં ચોરે માનવતા દાખવી. વાત એમ હતી કે મહિલા એટીએમમાં પૈસા કાઢી રહી હતી. તેણે ૨૫૦૦ યુઆન એટલે કે ૨૬,૦૦૦ રૂપિયા કાઢયા હતા. એજ સમયે ચોર અંદર આવ્યો અને ચાકુની ધાકે તેને પૈસા આપી દેવા માટે કહ્યું. ચોરે પહેલી મહિલાને બીજા રૂપિયા કાઢીને આપવા માટે દબાણ કર્યું. પેલીએ ફરીથ કાર્ડ નાખીને પોતાનું બેન્ક-બેલેન્સ બતાવ્યું તો ચોર હક્કો બક્કો રહી ગયો. ખરેખર તેનું એકાઉન્ટ ઝીરો બેલેન્સ થઇ ગયેલું. એ જોઇને ચોરને પેલી મહિલા પર દયા આવી અને તેણે ઝુંટવી લીધેલા ૨૫૦૦માંથી ૧૫૦૦ યુઆન એટલે કે લગભગ ૧૬,૦૦૦ રૂપિયા પાછા આપી દીધા. આ ઘટના પછી પણ પોલીસે ચોરને પકડી લીધો હતો. સોશ્યલ મીડિયા પર આ ઘટનામાં લોકો ચોરના વખાણ કરી રહ્યાં છે.

(10:32 am IST)