Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ટીલરસન પછી અમેરિકા સાથે રચનાત્મક સંબંધને લઈને આશાવાદી બન્યું રશિયા

નવી દિલ્હી: ક્રેમલીને બુધવારે અમેરિકા અને રશિયા વચ્ચે સકારાત્મક સંબંધને લઈને આશા વ્યક્ત કરી છે.અમેરિકાના વિદેશ સચિવ રેક્સ ટીલરસનને પદ પરથી હટાવવામાં આવેલ વાતને લઈને રશિયા તરફથી બયાન આપવામાં આવ્યું છે કે મોસ્કો તેમજ વોશિંગટન વચ્ચે રચનાત્મક વાર્તાની શરૂઆત કરી શકાય છે.ઉત્તર કોરિયા,રશિયા તેમજ ઈરાન પર નીતિઓને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે નિણર્ય લીધો છે.

(8:30 pm IST)
  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST