Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

એક બ્લેક અને એક વાઇટ, પણ છે ટ્વિન સિસ્ટર્સ

લંડન, તા.૧૪ : ઈંગ્લેન્ડમાં બર્મિંગહેમમાં રહેતી જોડિયા બહેનો ૧૧ વર્ષની માર્સિયા અને મિલી બિગ્સ વન ઇન મિલ્યન ટવિન સિસ્ટર્સ છે. તેની મમ્મી અમાન્ડા યુરોપની રહેવાસી છે જયારે પપ્પા માઇકલ જમૌકાના રહેવાસી છે. આમ પેરન્ટસ પૈકી એક વાઇટ છે અને એક બ્લેક છે. માર્સિયા અને મિલીનો જન્મ ૨૦૦૮માં ૩ જુલાઇએ થયો હતો અને બન્ને સિસ્ટર્સ ટ્વિન્સ હોવા છતાં તેમનામાં ઘણો ફરક છે. માર્સિયા તેની મમ્મી જેવી છે. તેની સ્કિન વાઇટ છે, આંખોનો રંગ બ્લુ છે અને બ્લોન્ડ હેર છે, જયારે મિલી તેના પપ્પા જેવી ડાર્ક રંગની છે, તેની આંખોનો રંગ બ્લેક અને વાળ પણ કાળા છે. આ રીતે એક જ ગર્ભમાં રહેલાં બે બાળકો પૈકી એક વાઇટ અને બીજંુ બ્લેક હોય એવા કિસ્સા એકદમ જૂજ ગણાય છે. સ્કૂલમાં તેમને કોઇ ટ્વિન સિસ્ટર્સ નહીં પણ બેસ્સસસટ ફ્રેન્ડ્સ જ માને છે. આ ટ્વિન સિસ્ટર્સ પર 'નેશનલ જયોગ્રાફિક' મેગેઝિને એક ખાસ ફીચર તૈયાર કર્યું છે.

(4:40 pm IST)