Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઇરાકમાં બોંબ વિસ્ફોટથી બે લોકોના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ઇરાકના ખાનાકીન શહેરમાં મંગળવારના રોજ આતંકવાદી હુમલા પછી એક બોંબ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ  અન્ય 12 ને ઇજા પહોંચી છે. સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓએ ખાનાકીન શહેરમાં નાગરિકો અને સુરક્ષાબળોના એક જથ્થા પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન એક બોંબ ફાટી જવાથી બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:00 pm IST)