Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રસ્તા પર પિયાનો વગાડનાર ટાબરિયો થઇ ગયો ફેમસ

લંડન તા. ૧૪ : હેરિસન કેન નામનો ૧૨ વર્ષનો છોકરો જે રસ્તા પર પિયાનો વગાડીને લોકોનું મનોરંજન કરતો હતો તે સોશ્યલ મીડિયામાં લોકપ્રિય થયા બાદ હવે શોપિંગ મોલ, એરપોર્ટ-લાઉન્જ તથા લિવરપુલ-વનમાં પિયાનો વગાડીને લોકપ્રિય થયો છે. તેની ધૂન એટલી કર્ણપ્રિય હતી કે પસાર થતા લોકો સાંભળવા માટે અટકી જતા હતા. અનેક લોકોએ તેનો વિડિયો પણ ઉતાર્યો હતો. હેરિસને લિવરપૂલ-વનમાં તેમ જ લોકલ બેન્ડમાં અને એરપોર્ટ પર પ્રવાસીઓ માટે પણ પિયાનો વગાડ્યો છે. ૨૦૧૮થી તેણે ડઝનેક વાર જાહેરમાં પર્ફોમન્સ આપ્યો છે. લગભગ ૬ મહિના પહેલાં તેના પિતા જોનાથને સોશ્યલ મીડિયા પર તેનો પિયાનો વગાડતો વિડેયો અપલોડ કર્યો હતો.

(3:23 pm IST)