Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નવું સાધન કિશોરોમાં ડિપ્રેશનની આગાહી કરી શકશે

લંડન, તા.૧૪: સંશોધનકારોેએ એક નવું સાધન વિકસાવ્યું છે જે કિશોરોમાં ડિપ્રેશનના જોખમનો અભ્યાસ કરી શકશે, જેને કારણે તેમનામાંની માનસિક બીમારીઓને ઓળખવાની તક મળશે. અમેરિકન એકેડેમી ઓફ ચાઇલ્ડ એન્ડ એડોલસેન્ટ સાઇકિયાટ્રીની જરનલમાં આ સાધન અંગે માહિતી આપવામાં આવી છે. આ સાધનને કારણે કિશોરો જયારે ૧૮ વર્ષની પુખ્ત ઉંમરે પહોંચે ત્યારે તેમને પડતા માનસિક તણાવ અને ડિપ્રેશન ડિસઓર્ડરને સમજવાની તક મળશે.

આ અભ્યાસમાં યુકેના કિંગ્સ જયોર્જ લંડન સહિતના સંશોધકોએ આ સાધન વડે ન્યૂઝીલેન્ડ અને યુકેના કિશોરોમાં ડિપ્રેશનના જોખમનો અભ્યાસ કર્યો હતો, જેમાં આ સાધનમાં હતાશાની ક્ષમતાની આગાહી કરવામાં સ્થાનિક સ્તરે ફરક જોવા મળ્યો, જેને કારણે આ આગાહી કરતા સાધનને વિકસાવતા પહેલા સ્થાનિક માપદંડોને ધ્યાનમાં લેવાની જરૂરત જણાઇ હતી. જોકે, સંશોધનકારોનું માનવું છે કે આ તો હતાશાની ક્ષમતાની આગાહી કરવા માટેના સંશોધનનું પ્રથમ પગથિયું છે. આ સાધન કિશોરોમાં હતાશાની આગાહી કરી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણું મદદરૂપ થઇ શકે.

(10:06 am IST)