Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમારી અને અમેરીકી અધિકારીઓની મુલાકાત પાકિસ્તાનમાં થશેઃ તાલિબાન પ્રવકતા

તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહીદએ જણાવ્યૂ કે તાલિબાન વાર્તાકાર પોતાના અમેરીકી સમકક્ષોને પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદમાં ૧૮ ફેબ્રુઆરીએ મળશે. આ પછી  રપ ફેબ્રુઆરીના કતરમાં બન્ને વચ્ચે મુલાકાત થાશે. મુજાહીદએ જણાવ્યુ કે તાલિબાન વાર્તાકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાનની વચ્ચે સંબંધો પર વ્યાપક ચર્ચા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમારાનખાનને પણ મળશે.

(12:32 am IST)