Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

લીબિયામાં માર્ગ અકસ્માતમાં 19ના મોત :79 ઘાયલ

નવી દિલ્હી: લીબિયાના બાની વાલિદ શહેરમાં આજે બનેલ એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 પ્રવાસીઓના મોત નિપજ્યા છે જયારે અન્ય 79ને ઇજા પહોંચી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં સોમાલિયા અને ઈરીટ્રીયાના પ્રવાસી હતા જે એક ટ્રક માં જઈ રહ્યા હતા આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:46 pm IST)
  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST

  • તારાપુર - વટામણ હાઈવે ઉપર ઓવરટેક કરવા જતાં એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતઃ ૧૨ મુસાફરો ઘાયલઃ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા access_time 4:22 pm IST