Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ઓએમજી.....કર્ફ્યુમાં ડોગ સાથે બહાર ફરવાની પરવાનગી મળતા આ મહિલાએ પોતાના પતિને જ ડોગ બનાવી દીધો

નવી દિલ્હી: કેનેડાના ક્યૂબેક શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. કર્ફ્યૂમાં ડોગ સાથે ફરવા જવાની છૂટ હતી, પતિના ગળામાં પટ્ટો બાંધીને પત્ની ફરવા નીકળી ગઈ હતી. પોલીસે તેને પકડી ત્યારે તેણે કહ્યું હતુંઃ હું તો મારા ડોગને ફરવા લઈને આવી છું. ઘટનાની તસવીરો વાયરલ થઈ છે.
કેનેડાના ક્યૂબેકમાં રાત્રે આઠ વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ છે, પરંતુ મેડિકલ ઈમરજન્સી કે જીવન જરૃરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળવાની પરવાનગી અપાઈ છે. આઠ વાગ્યા પછી આમ તો બહાર નીકળવાની મનાઈ છે, પરંતુ ડોગને લઈને વૉક પર નીકળવાની છૂટ આપવામાં આવી છે.
રાત્રે આઠ પછી એક પત્ની ડોગને બદલે પતિના ગળામાં પટ્ટો બાંધીને ફરવા નીકળી હતી. પતિ શેરીમાં ડોગની જેમ ચાર પગે ચાલતો હતો અને પત્નીએ તેની દોરી હાથમાં પકડી રાખી હતી. પતિ-પત્નીને પોલીસે પકડયા હતા અને પૂછપરછ શરૃ કરી હતી. પત્નીએ કહ્યું હતું કે તેના ડોગને લઈને બહાર નીકળી છે અને તેણે કોઈ કાયદો તોડયો નથી. પોલીસે તેની સાથે દલીલો કરી હતી કે ડોગ નથી, પરંતુ પત્નીએ પતિને ડોગ ગણાવ્યો હતો અને દંડ ભરવાનો ઈનકાર કરી દીધો હતો. ઘટનાસ્થળે પતિ પણ ડોગની જેમ જમીન પર ચાર પગે થયેલો જોવા મળ્યો હતો.

(3:49 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST