Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

આંઠ મહિના પછી ફરી એકવાર ચીનમાં કોરોના વાયરસના કારણોસર એકનું મોત

નવી દિલ્હી: ચીન ગમે તે કહે પણ તેના વુહાન શહેરમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો હોવાનુ મોટાભાગના દેશો માની રહ્યા છે.

જોકે અત્યાર સુધીમાં ચીને કોરોના પર કાબૂ મેળવી લીધો છે અને બીજા દેશો તેની સામે ઝઝૂમી રહ્યા હોવાનુ દેખાતુ હતુ પણ હવે ચીનમાં કોરોના વાયરસ ફરી ઉથલો મારે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે.કારણકે આઠ મહિના બાદ ચીનમાં કોરોના વાયરસના કારણે પહેલુ મોત થયુ છે અને ચીનમાં તેના કારણે ફરી ફફડાટ ફેલાયો છે.

છેલ્લે ચીનમાં મે મહિનામાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનુ મોત થયુ હતુ.પછી ચીનના હેબો પ્રાંતમાં તાજેતરમાં વાયરસે ફરી ઉથલો માર્યો છે અને લોકોને સંક્રમિત કરવાનુ શરુ કરી દીધુ છે.કોરોનાના વધતા કેસના કારણે પ્રાંતમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.પ્રાંતમાં લગભગ બે કરોડ લોકો રહે છે અને રાજ્યમાં સ્કૂલો અને દુકાનો બંધ કરાવી દેવાઈ છે.

(3:48 pm IST)