Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ચીનના સી લુનને ઈ.સ પૂર્વે 105માં હાન રાજવંસના સમયમાં કાગળની શોધ કરી હતી

 

અમદાવાદઃ તમારી માલિકી કે હોય કે પછી તમારૂ અસ્તિત્વ, તમારૂ નામ હોય કે તમારી ઓળખને સાબિત કરવી હોય તો પુરાવા રૂપે કાગળ જોઈએ.તમારે તમારા હક્ક માટે કાગળ રૂપિ પુરાવા રજૂ કરવા જરૂરી છે.કાગળ વગર જીવન શક્ય નથી.કેમ ભણવાથી માંડી ઓફિસમાં કામ કરવા સુધી, લાગણીઓથી લઈને દર્દ વ્યક્ત કરવા માટે તમામને કાગળની જરૂર પડે છે.

 

આજે દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે તેણે કાગળનો ઉપયોગ નહીં કર્યો.ચલણી નોટથી માંડીને બાળકોના શિક્ષણ માટેના પુસ્તકો અને અખબારોમા કાગળનો ઉપયોગ થાય છે.આજના આધુનિક યુગમાં ડિજિલટ પર લોકો વધુ ભાર મુકે છે.પરંતુ કાગળને અવગણવાનો કોઈ અવકાશ નથી.દુનિયા ગમે તેટલો વિકાસ કરે પણ પ્રાથમિક જરૂરિયા તો કાગળ રહેવાની છે. આધુનિકરણથી કામ સરળ બની શકે છે પમ કાગળની ગરજ ક્યારે પુરી નથી થઈ શકવાની.

 

દુનિયામાં ક્યારે થઈ હતી કાગળની શોધ
પથ્થરો અને ગુફાની દિવાલો પર આજે પણ આદિકાળના યોદો જોવા મળી છે. સમય હતો જ્યારે કાગળની શોધ નહોંતી થઈ.પરંતુ સમય બદલાય તેમ જરૂરિયાત પણ બદલાતી ગઈ.અને આખરે . પૂર્વે 105માં પ્રથમ વખત કાગળની શોધ થઈ.કાગળની સૌપ્રથમ શોધ ચીને કરી હોવાનું માનવમાં આવે છે.કેમ અહીં રાજવંસમાં સૌપ્રથમ વખત કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોણે કરી હતી કાગળની શોધ
એવું માનવામાં આવે છે ચીનના સી લુનને . પૂર્વે 105માં હાન રાજવંસના સમયમાં કાગળની શોધ કરી હતી.સી લુને શોધ કરી તે પહેલા લખવા માટે વાંસ અને રેશમા ટુકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ સમયને સાથે તેનો ઉપયોગ ખુબ મુશ્કેલ બન્યું.જેથી કાગળની શોધ આવશ્યક બની.જેથી સી લુને કાગળની શોધ કરી.જેમાં ભાંગ, શહતૂત, ઝાડની છાલ સહિત રેશાના ઉપયોગથી કાગળ બનાવવામાં આવ્યો હતો.

ક્યાં દેશમાં ક્યારે થયો કાગળનો પ્રથમ વખત ઉપયોગ
ઈતિહાસ ફંફોળીએ તો ચીન બાદ ભારત દેશ છે જ્યાં કાગળ બનાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સિંધુ સભ્યતા વખથે ભારતમાં કાગળની શોધ કરી ઉપયોગમાં લેવાનો અસ્તિત્વ મળી આવે છે.જેના પરથી સાબિત થાય છે કે ભારમતાં પ્રથમ વખત કાગળની શોધ અને ઉપયોગ થયો હતો.ત્યારે બાદ ધીરે ધીરે કાગળનો ઉપયોગ જાપાન, સમરકંદ, બગદાદ, દમિશ્ક, મિશ્ર થઈને યુરોપ પહોંચ્યો.1150માં પ્રથમ વખત સ્પેનમાં કાગળનુ ઉત્પાદન થયું.ત્યાર બાદ ફ્રાંસ, જર્મની, ઈંગ્લેડ, પોલેંડ, ઓસ્ટ્રેલિયા, રૂસ, ડેનમાર્કમાં કાગળનું ઉત્પાદન થયું હતું.

કેવી રીતે નક્કી થાય છે કાગળની ગુણવત્તા
કાગળમાં હાઈ સ્પીડ પ્રિન્ટિંગમાં અશ્રુ અને સંકોચનની ક્ષમતા હોવી જરૂરી છે.જેમાં ગુરુ પ્રિન્ટિંગ માટે પાતળા શીટ્સનો અને પેકેજીંગ માટે જાડી શીટ્સનો ઉપયોગ થાય છે.છાપકામ વખતે ફોર્મ્સ સાથે શીટ્સનો યોગ્ય અંતર હોવું જોઈએ.જેથી સફેદ ચળકાટ મારતો કાગળ મળી શકે છે.યોગ્યતા મુજબ કદમાં ફેરફાર કરવાથી ઉત્તમ ગુણવતા, ટકાઉ સાથે ભેજ અને ગુંદર માટે પ્રતિરોધક કાગળ બને છે.

ચીનથી પ્રારંભ થયેલ કાગળ યુગ આજે આખી દુનિયાએ અપનાવ્યો છે.કોઈ પણ જરૂરિ દસ્તાવેજ કે રેકોર્ડ માટે આજે કાગળનો ઉપયોગ થાય છે.એટલુ નહીં પણ કોઈ બાબતે માથાકુટ કે વિવાદ થાય તો કોર્ટ પણ કાગળ પરના લખાણને પુરાવા તરીકે માને છે.આમ કાગળ જીવનનો અભિન અંગ બની ગયો છે.કદાચ કાગળ શોધાયો હોત તો દુનિયાનો આટલો વિકાસ શક્ય નહોંતો.

(3:48 pm IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST