Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

વેસ્ટ બેન્કના બદલામાં પેલેસ્ટીની નાગરિકોને સિનાઇમાં જમીન આપવાની નેતાન્યાહુની યોજના

અમેરિકાના પૂર્વ અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ છેલ્લે ૨૦૧૪માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારને આગ્રહ કર્યો હતો કે તે કબજા હેઠળના વેસ્ટ બેન્ક સહિત સંપૂર્ણ  વેસ્ટ બેન્કનો વિસ્તાર ઇઝરાયેલને સોંપવા માટે મંજૂરી આપે અને તેના બદલામાં ઇઝરાયેલ પેલેસ્ટીની નાગરિકોને ઇજિપ્તના સિનાઇ પેનિન્સુએલામાં જમીન આપવા તૈયાર છે. ચાર અમેરિકી અધિકારીઓએ હારેત્ઝ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુએ બરાક ઓબામા સમક્ષ આ વિચાર રજૂ કર્યો હતો  અને સાથે સાથે આ મામલે તાત્કાલિક વિદેશમંત્રી જહોન કેરી સમક્ષ પણ આ પ્રસ્તાવ મૂકયો હતો.

(11:18 am IST)