Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કેન્યામાં બે બસો વચ્ચે ગમખ્વાર ટક્કરમાં સાત મોતને ભેટ્યા: 63 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:કેન્યાના નૈરોબી-મોમ્બાસા હાઈવે પર બે બસની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા અને 63 લોકો ઘાયલ થયા. પોલીસે ગુરુવારે ઘટનાની પુષ્ટિ કરી છે.વિભાગીય પોલીસ કમાન્ડર જોસેફ ઓલે નેપિયનએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે મોર્ડન કોસ્ટ કંપનીની બે બસોના સલામા વિસ્તાર નજીક એક વિશાળ ટક્કરમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 63 અન્ય ઘાયલ થયાં હતાં.નેપિયનએ જણાવ્યું કે, અકસ્માત અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માત સમયે એક બસ નૈરોબી તરફ જઈ રહી હતી જ્યારે બીજી મોંબાસા કાંઠાના શહેર તરફ જઇ રહી હતી. પરિવહન નિયમનકારે મોડર્ન કોસ્ટ બસ કંપનીના ઓપરેટિંગ લાઇસન્સને સસ્પેન્ડ કર્યું છે.નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી ઓથોરિટી (એનટીએસએ) ના જણાવ્યા અનુસાર રાજમાર્ગો પર સલામતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને ખાનગી ક્ષેત્રે એકીકૃત પ્રયાસો કર્યા હોવા છતાં, દર વર્ષે 3000 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

(5:37 pm IST)