Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પુરૂષો માટે વધુ ઘાતક બની રહી છે માનસિક બીમારીઓ

વોશિંગ્ટન તા. ૧૩: ખાસ કરીને પુરૂષો માનસિક બીમારીઓ સાથે જોડાયેલી કોઇપણ સમસ્યાને બીજા સાથે શેર કરતા નથી અને પોતાની મદદ માટે પણ કોઇને કહેતા નથી. આવું સામાજિક સ્થિતિના કારણે બને છે. પુરૂષોની બીમારી ખાસ કરીને માનસિક બીમારી અંગે જો કોઇ જાણે તો તેમની નબળાઇ લાગે છે. આ જ કારણે જયારે ડિપ્રેશન જેવી બીમારી તેના પ્રારંભિક તબકકામાં હોય છે તો પુરૂષો તેને નજરઅંદાજ કરી દે છે. પછી તે ભયાનક રૂપ લે છે.નિષ્ણાતોનું કહેવું છે કે કોઇપણ વ્યકિતના ઇલાજની સફળતા અને પરેશાનીઓનું સમાધાન એ વાત પર નિર્ભર કરે છે કે તેને પોતાની કાઉન્સિલરને કેટલું સાચું કહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ-ર૦૧૯ પ્રમાણે જયારે કોઇ પુરૂષ માનસિક બીમારી, ખાસ કરીને ડિપ્રેશનનો શિકાર બને છે ત્યારે કંઇક આવી બાબતો જોવા મળે છે. વધુ ગુસ્સો આવવો. નાની નાની વાત પર ઇરિટેડ થવું. વધારે પડતું અગ્રેસન અને મુડ બદોલાવો. વધુ ભુખ લાગવી અને એનર્જી લેવલ લો ફિલ થવું. ચિંતા તેમજ તણાવ રહેવા. આવી વ્યકિતઓને ઊંઘ પણ આવતી નથી અથવા તે જરૂર કરતા વધારે સૂવે છે.

દુનિયાના બાકી દેશની વાત છોડીએ તો અમેરિકા જેવા વિકસ્તિ દેશમાં પણ છ મિલિયનથી વધુ પુરૂષો દર વર્ષે માનસિક બીમારીનો શિકાર બને છે. આ જાણકારી મેન્ટલ હેલ્થ ઓફ અમેરિકા દ્વારા જારી કરાયેલા આંકડાના આધારે તાજેતરના સર્વેમાં અપાઇ છે.

(4:08 pm IST)