Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અલાસ્કા એરલાઇને કદરૂપા સ્વેટર પહેરી આવનારાઓને સારી જગ્યા આપવાની ઓફર કરી છે

ટોરેન્ટા,તા.૧૩: કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાની અલાસ્કા એરલાઇને વિશિષ્ટ રીતે ક્રિસમસ ઊજવવાનું નક્કી કર્યું છે. સૌથી કદરૂપા સ્વેટર્સ પહેરનારને વિમાનની બેઠકોમાં પ્રાયોરિટી આપવાનો નિર્ણય એરલાઇને લીધો છે. ૨૦ ડિસેમ્બરે નેશનલ અગ્લી સ્વેટર ડે ઊજવવામાં આવે છે. એ દિવસે હોલીડે સ્વેટર્સ પહેરીને અલાસ્કા એરલાઇન તથા હોરાઇઝન એરનાં વિમાનોમાં બેસનારાઓને બોર્ડિંગમાં પ્રાયોરિટી આપવામાં આવશે. તેઓ બોર્ડિંગ વેળા તહેવારની ઉજવણીનું મ્યુઝિક વગાડશે અને સ્પેશ્યાલિટી કોકટેલ્સ ઓફર કરશે.

અલાસ્કા એરલાઇનના મેનેજિંગ ડિરેકટર (માર્કેટિંગ) નતાલી બોમેનનું કહેવું છે કે 'લોકોનો પ્રવાસ યાદગાર બની રહે એ માટે સાવ અલગ પ્રકારની યોજનાઓ લાવવાનું અમને પસંદ છે. અગ્લી સ્વેટર ડે ઊજવીને અમે હોલીડેને પ્રાયોરિટી બનાવવાનો જુદો માર્ગ અપનાવી રહ્યા છીએ.'

(3:16 pm IST)