Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમેરીકાને નવા વર્ષની ક્રિસમસ ગીફટ આપશું: કીમની નવતર ધમકી

હવે એકપણ ઉંબાડીયું કરશો તો વળતા પગલા : અમેરીકાની વળતી ધમકી

યુનોઃ ઉત્ત્।ર કોરિયા ઉપર લગાડેલા પ્રતિબંધ અમેરિકા હટાવી નહીં લે તો મિસાઈલ પરીક્ષણ કરીને ક્રિસ્મસ ગિફ્ટ આપશે એવું ઉત્ત્।ર કોરિયાનું નિવેદન આવ્યું તે પછી અમેરિકાએ પણ ધમકી આપી હતી.

અમેરિકાએ કહ્યું હતું કે હવે વધારે એક પણ પરીક્ષણ થશે તો અમેરિકા પણ પગલાં ભરશે. યુનાઈટેડ નેશન્સ સિૃથત અમેરિકી રાજૂદત કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે જો ઉત્ત્।ર કોરિયા હવે ફરીથી ક્રિસ્મસ અગાઉ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરશે તો અમેરિકા પણ વર્ષના અંતે વળતો નિર્ણય કરવામાં કોઈ જ કસર નહીં છોડે.

કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે અમેરિકાને ઉત્ત્।ર કોરિયા ઉપર વિશ્વાસ છે કે હવે વિશ્વને ધમકી આપતું પગલું નહીં ભરે અને હવે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ પણ નહીં કરે, છતાં જો આવા ઉશ્કેરણીજનક પગલાં ભરાશે તો અમેરિકા સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવશે અને બંને દેશોના નેતાઓ વચ્ચે થનારી આગામી પ્રાસ્તાવિક બેઠકો અંગે પણ ફેરવિચારણા કરશે. 

(3:15 pm IST)