Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ચાલુ ફ્લાઇટે મહિલાના પેન્ટમાં ઘૂસી ગયો વીંછી, ડંખ મારતાં ખબર પડી

ન્યુયોર્ક,તા.૧૩: એરક્રાફ્ટમાં કયારેક સાપ નીકળે છે તો કોઈ પાળતુ પ્રાણીઓ લઈને આવી જાય છે ત્યારે જબરી અફરાતફરી મચી જાય છે. જોકે ફ્લાઇટમાં વીંછી દ્યૂસી જાય અને એ કોઈ પેસેન્જરના પેન્ટમાં દ્યૂસી જાય ત્યાં સુધી કોઈનેય ખબર ન પડે એ જરા નવાઈ ભર્યું છે. સેન ફ્રાન્સિસ્કોથી એટલાન્ટા જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં આવું જ થયું. એમાં એક મહિલા પેસેન્જરના પેન્ટમાં વીંછી દ્યૂસી ગયો હતો. વીંછીએ બે-ત્રણ વાર ડંખ મારતાં તેને પગમાં પીડા થવા લાગી હતી. પગમાં કંઈક છે એવું લાગતાં તે રેસ્ટરૂમમાં ગઈ હતી અને જોયું તો પેન્ટમાંથી વીંછી નીકળ્યો હતો.

વીંછીના ડંખને કારણે તેને આખા પગમાં ખૂબ પીડા અને બળતરા થઈ રહી હતી એટલે પ્લેન જેવું લેન્ડ થયું કે તરત જ પેરામેડિકસ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. એરલાઇન્સવાળાને હજી સમજાતું નથી કે પ્લેનમાં વીંછી કેવી રીતે દ્યૂસ્યો હશે અને એ આ મહિલાના પેન્ટમાં કઈ રીતે દ્યૂસ્યો હશે.

(3:16 pm IST)