Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કયારેય નથી બગડતું સાચું મધ

મધમાખી આખા જીવન દરમ્યાન એક ચમચીના બારમાં ભાગ જેટલું જ મધ બનાવે છે

મધ પોતાના લાંબા આયુષ્ય માટે જાણીતું છે. તેનું લાંબુ આયુષ્ય તેના રસાયણીક બંધારણના કારણે છે. તેમાં રહેલા કુદરતી એસીડો અંત્યત ઓછો ભેજમાં પણ બેકટેરીયાઓ ઉત્પન્ન ન થઈ શકે તેવું વાતાવરણ ઉત્પન્ન કરે છે. પરાગને મધમાં ફેરવતી વખતે માખી પોતાની પાંખો એટલી જોરદાર ફફડાવે છે જેનાથી તેમાં રહેલો વધારાનો ભેજ ઉડી જાય છે. માખીના પેટમાં એક ખાસ પ્રકારનો (સ્ત્રાવ) હોય છે જે ''પરાગ''ને ગ્લુકોનીક એસીડ અને હાઈડ્રોજન પેરોકસાઈડમાં ફેરવવામાં મદદ કરે છે. ગ્લુકોનીક એસીડ અને હાઈડ્રોજન પેરેકસાઈડના કારણે મધમાં બેકટેરીયા અને અન્ય જીવાણુઓને વિકસીત થઈ શકતા નથી. એક મધમાખી પોતાના જીવન દરમ્યાનમાં એક ચમચીના બારમાં ભાગ જેટલું મધ ઉત્પન્ન કરતી હોય છે.

 

(10:13 am IST)