Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ફેકટરીના રોબોમાં કંઇક ગરબડ થતાં મશીને વર્કરના શરીરમાં એક ફુટ લાંબા જાડા સળિયા ખોસી દીધા

બીજીંગ તા. ૧૩: ચીનના હુનાન પ્રાંતમાં ચાંગશા શહેરમાં પોર્સેલિનનાં વાસણો બનાવતી એક ફેકટરીમાં રાતપાળી દરમયાન કામ કરતા એક વર્કર સાથે અજીબોગરીબ ઘટના ઘટી. ચિનાઇ માટીનાં વાસણો બનાવતી ફેકટરીમાં મશીન દ્વારા ઓટોમેટિકલી કેટલાંક કામો થતાં હતાં. રાતના સમયે અચાનક જ મશીનમાં કંઇક ગરબડ થઇ એ જોવા માટે ઝોઉ નામનો વર્કર મશીનની નજીક ગયો ત્યારે તેને ખરાબી સમજાય એ પહેલાં તો મશીનમાંથી ગોળીની જેમ લોખંડના દસ સળિયા છૂટયા. આ સળિયા અડધો ઇંચ જાડા હતા. દસમાંથી છ સળિયા ઝોઉના ખભા, છાતી અને હાથમાં ધુસી ગયા. નસીબજોગે એક સળિયો તેના હૃદયની મુખ્ય ધમનીથી માત્ર એક મિલીમીટર જેટલો છેટો રહી ગયો હતો. તરત જ મશીનરી બંધ કરીને બીજા વર્કરો ઝોઉને હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાં ડોકટરોની ટીમે તેને તપાસ્યો અને પછી માથું ખંજળવાળીને મોટી હોસ્પિટલમાં લઇ જવાનું કહી દેવામાં આવ્યું. મોટી હોસ્પિટલમાં લઇ જઇને સળિયાની એકઝેકટ પોઝિશન સમજવા માટેઢ તેનો એકસ-રે કાઢવામાં પણ ઘણી મુશ્કેલી થઇ. જોકે લગભગ અડધો ડઝન ડોકટરોએ ભેગયા મળીને કઇ રીતે આ સળિયા કાઢવા એનો પ્લાન બનાવ્યો અને સર્જરી સફળતાથી પાર પાડી. ઝોઉનો જીવે જોખમમાંથી તો ઉગરી ગયો હતો. પણ હજીયે તે હોસ્પિટલમાં જ છે. (૭.૧ર)

(11:47 am IST)