Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અફઘાનિસ્તાનના નગરહાર પ્રાંતમાં નમાજ સમયે થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત

નવી દિલ્હી  : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યા બાદ દેશમાં સતત અસ્થિરતાનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. શુક્રવારે અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં આવેલા નંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં નમાજ સમયે એક ભીષણ વિસ્ફોટ થયો હોવાની માહિતી છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને ઈજા પહોંચી છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના સ્પિન ઘાર જિલ્લામાં આવેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાને ઓગસ્ટ મહિનામાં સત્તા હાંસલ કરી ત્યારથી સ્પિન ઘાર વિસ્તાર ઈસ્લામિક સ્ટેટ જૂથની પ્રવૃત્તિનું કેન્દ્ર બનેલું છે. નંગરહારના સરકારી પ્રવક્તા કરી હનિફે જણાવ્યું હતું કે મસ્જિદમાં અગાઉથી જ બોમ્બ મુકવામાં આવેલો હોય તેવું જણાય છે. સ્થાનિક રહેવાસી અટલ શિનવારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1:30 વાગે થયો હતો અને બોંબ મસ્જિદમાં અગાઉથી ગોઠવવામાં આવેલો હતો. સ્થાનિક હોસ્પિટલની માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત નિપડ્યા છે.

 

(5:21 pm IST)