Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કોરોનાએ અમેરિકામાં બદલ્યો સીંગલ લોકોનો દર્ષ્ટિકોણ

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના મહામારીએ ઘણી બાબતે સિંગલ લોકોના વિચારો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. હવે તેઓ શારીરિક આકર્ષણના બદલે ભાવનાત્મક બાબતોને વધુ મહત્વ આપી રહ્યા છે. ડેટિંગ સાઇટ મેચે રોમેન્ટિક સંબંધો અંગે હાથ ધરેલા 11મા વાર્ષિક સરવેના તારણો મુજબ, હવે ભાવનાત્મક પરિપક્વતાને અન્ય તમામ ખૂબીઓથી વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. કોરોના મહામારીને કારણે ડેટિંગના ટ્રેન્ડ્સમાં ઘણા ફેરફાર સામે આવ્યા છે. અમેરિકામાં આ સરવે 18થી 98 વર્ષના લોકો પર કરાયો. તેના તારણો અનુસાર, હવે એકાકી લોકો અગાઉની જેમ શારીરિક રીતે આકર્ષક નહીં પણ લાંબા સમય સુધી સાથ આપે તેવો સાથી શોધી રહ્યા છે કે જેની સાથે તેમના જીવનમાં સુરક્ષા અને સ્થિરતા આવે. સરવેમાં જોડાયેલા 83% લોકો ખુલ્લા વિચારો અને મતભેદ સ્વીકારે તેવો સાથી ઇચ્છતા હતા. જ્યારે 84%એ કહ્યું કે સાથી સારો કોમ્યુનિકેટર હોય તો વધુ સારું રહેશે. 2020ના સરવેમાં સામેલ 90% લોકોએ ભાવિ સાથીના શારીરિક આકર્ષણને સૌથી મોટી ખૂબી ગણાવી હતી જ્યારે 2021ના સરવેમાં આ આંકડો ઘટીને 78% થયો છે.

(5:21 pm IST)