Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભોજન -પાણીની જેમજ ઇન્ટરનેટ માનવાધિકાર શ્રેણીમાં મુકાવું જોઇએ

બર્મિંગહામ યુનિવર્સિટીનું રિસર્ચઃ કોઇ પણ પ્રકારની સેન્સરશીપ ન હોવી જોઇએ

લંડન,તા.૧૩:ભોજન અને પાણીની સાથે ઇન્ટરનેટની ઉપયોગ પણ માનવાધિકારની શ્રેણીમાં હોવો જોઇએ એવુ દુનિયાની ટોપ યુનિવર્સિટીમાંથી એક  બર્મિંગહામ યુનિવર્સિટીનું કહેવું છે. યુનિવર્સિટીમાંથી પોતાના નવા રિસર્ચમાં દાવો કર્યો છે.

રિસર્ચમાં કહેવાયું છે કે લોકો પાસે તેના વગર અભિવ્યકિતની સ્વતંત્રતા અથવા રાજકીય શકિતનો ઉપયોગ કરવો અશકય છે. દુનિયામાં ઇન્ટરનેટના માધ્યમથી પોતાની અભિવ્યકિત કરનારા લોકોની વસ્તી બહુ મોટી છે. માહિતી સુધી પહોંચવું હોય કે અભિવ્યકિતમાં એક બીજાને જોડવા હોય, તેઓ આ માધ્યમનો જ સશકત ઉપયોગ કરે છે. રિસર્ચ અનુસાર આજકાલ રાજકારણ અથવા અન્ય વિષયો પર દલીલો ઝડપભેર વધી રહી છે. હાલમાં દુનિયાભરમાં લગભગ ૨.૩ બિલીયન લોકો સુધી સસ્તી ઇન્ટરનેટ સેવા નથી પહોંચી શકી.

બર્મિંગહામ યુનિવર્સિટીમાં ગ્લોબલ એથિકસના પ્રોફેસર ડોકટર મર્ટેન રેંગલિટે આ રિસર્ચ કર્યું છે. જેને જર્નલ ઓફ એપ્લાઇડ ફિલોસોફીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાંના કેટલાક મહત્વપૂર્ણ પોઇન્ટ આ મુજબ છે.

જીવવાની સ્વતંત્રતા અને યાતનાથી મુકિત જેવા બુનિયાદી માનવાધિકારો માટે ઇન્ટરનેટની પહોંચ મહત્વપૂર્ણ છે.

 લોકોને 'લઘુતમ સભ્ય જીવન જીવવા' માટે સક્ષમ બનાવવાનું આ ઉતમ સાધન છે.

 તેને લકઝરી ન ગણાતા બધાની પહોંચને લાયક બનાવવું જોઇએ અને તેમાં કોઇ પ્રકારની સેન્સરશીપ ન હોવી જોઇએ

 જે તેનો ખર્ચ ન ઉઠાવી શકે તેમને આની સેવા મફત ઉપલબ્ધ કરાવવી જોઇએ.

 વિશ્વવ્યાપી સંચાર જીવનમાં માનવાધિકારોની રક્ષા માટે ઇન્ટરનેટ એક સેફગાર્ડ તરીકેનું કાર્ય કરી શકે છે.

(3:56 pm IST)