Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ન્યુ યોર્કનું કાફે સર્વ કરે છે મેટય બ્લેક કોફી વિથ બ્લેક વ્હીપ્ડ ક્રીમ

ન્યુયોર્ક તા ૧૩  :  આપણે ત્યાં હવે નોર્મલ ચીજોનું બ્લેક વર્ઝન બહુ ફેમસ થઇ રહ્યું છે. જેમ કે બ્લેક પાંઉભાજી, બ્લેક પીઝા, વગેરે. જોકે કોફીનું નામ પડે એટલે હળવા કોફી રંગનું દૂધવાળુ પીણું નજર સામે તરવરે. જોકે ન્યુયોર્ક શહેરમાં રાઉન્ડ કે કેફેમાં લિટરલ સેન્સમાં જેને બ્લેક કહેવાય એવી બ્લેક કોફી મળે છે. રાઉન્ડ કબેનો ઓનર ઓકિયોન ઇચ્છતો હતો કે તે એવી બ્લેક કોફી બનાવે જે માત્ર પાણીવાળી કાળી કોફી ન હોય. એક ક્રીમી કોફીમાં જે હોય એ તમામ ચીજો હોવા છતાં એ કાળી ડિબાંગ હોય એવું હોવું જોઇએ. નવાઇની વાત છે કે અહીં કોફીની ઉપર જે વ્હિપ્ડ ક્રીમ હોય એ પણ કાળું છે.

જરાક જોઇએ એ કોફી બની કઇ રીતે છે. એમાં ૯૦ ટકા ભાગ પ્રોસેસ કરેલો ડચ કોકો છે. એમાં અસ્પ્રેસો ડબલ શોટ પીણું છે અનેસાથે કોકોનટને બાળીને તૈયાર કરાયેલી કાળી રાખ અને બદામનું દૂધ છે. જો ઠડી કેફે લાતે મંગાવો તો એમાં થોડોક આઇસ પણ હોય છે. એની પર સજાવેલા ક્રીમમાં પણ કોકોનટની રાખ અને કોકોનટ ક્રીમને મીકસ કરેલું છે. દેખાવમાં એ જરાય કોફી જેવું નથી લાગતું, પરંતુ લોકો એનાં નાનાં શોટ્સ સ્વીટ ડિઝાર્ટની જેમ લેવાનું પસંદ કરે છે. એક સર્વિગ ૬.૫૦ ડોલર એટલે કે લગભગ ૪૬૫ રૂપિયાનું છે.

(11:52 am IST)