Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

શ્રીલંકામા સુપ્રીમ કોર્ટે સંસદના નિર્ણયને ફગાવ્યો : ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો

કોલંબો : શ્રીલંકાના સુપ્રીમ કોર્ટના સંસદ ભંગ કરવાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાનાં ચુકાદાને પલટી દીધો છે.ઉપરાંત સુપ્રીમ કોર્ટે સિરીસેનાની તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સિરીસેનાએ 26 ઓક્ટોબરે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી બર્ખાસ્ત કરી તેમના સ્થાન પર પૂર્વ પ્રેસિડેન્ટ મહિંદા રાજપક્ષેને નિયુક્ત કર્યા હતા. આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવી ચૂંટણીનો નિર્ણય લીધો હતો.

   આ અંગે સુપ્રીમ કોર્ટની તરફથી પ્રતિબંધ બાદ પાડોશી દ્વીપીય દેશમાં રાજનીતિક સંકટ ઘેરું બન્યું છે ચીફ જસ્ટિસ નલિન પરેરાની અધ્યક્ષતાવાળી ત્રણ બેંચે આ ચુકાદો આપ્યો છે. સુનવણી દરમિયાન કોર્ટમાં મોટા પ્રમાણમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. જજોએ કમાંડોઝની ઘેરાબંધી વચ્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. 

(10:10 pm IST)