Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઇજિપ્તમાં 6હજાર વર્ષ જૂની કબરમાંથી બિલાડીના અવશેષ મળી આવ્યા

નવી દિલ્હી:ઈજીપ્તમાં આશરે ૬૦૦૦ વર્ષ જૂની કબર મળી આવી છે જેમાં બિલાડીના મમી મળી આવ્યા છે. આ બિલાડીઓના મમીની સંખ્યા આશરે ૬ થી પણ વધારે છે.

ઈતિહાસકારો આ ખોજને અભૂતપૂર્વ સિદ્ધિ માની રહ્યા છે.

કાહિરામાં સક્કરાના એક પીરામીડ માંથી આ અવશેષ મળી આવ્યા છે. આ ખોજ ઈજીપ્તના એક આર્કિયોલોજીકલ મિશન દ્વારા કરવામાં આવી છે.

આ ખોજનું કામકાજ એપ્રિલ મહિનામાં શરુ કરવામાં આવ્યું હતું.

ત્રણ કબરમાંથી બિલાડીના અવશેષો મળી આવ્યા હતા. આ બિલાડીના અવશેષો ભાગ્યે જ મળે છે તેવા કહેવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞ આવનારા દિવસોમાં આ અવશેષોને લઈને પોતાની શોધ આગળ વધારી શકે છે.

 

(5:08 pm IST)