Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઓસ્ટ્રેલિયામાં બાળા બટન સેલ ગળી જતા મોતઃ કોર્ટમા માતા-પિતાનો દાવો

ઓસ્ટ્રેલિયામાં એક બાળકીના માતા પિતાએ દાવો કર્યો છે કે તેમની દીકરી બટન સેલ ગળી જવાના કારણે મૃત્યુ પામી. મૃત્યુના એક અઠવાડિયા પહેલા શરીરમાં બટન સેલના કારણે બાળકીને લોહીની ઉલટી થઈ રહી હતી. તેમ છતાં હોસ્પિટલે તેનો એક્સ-રે કરવાથી ઈનકાર કરી દીધો.

ઈઝાબેલા રીસ નામની આ બાળકીના મૃત્યુ બાદ હવે મેલાબોર્નના સનસાઈન હોસ્પિટલની પૂછપરછ કરાઈ રહી છે, જેથી બાળકીને ગળામાં કોઈ વસ્તુ ફસાઈ હતી કે નહીં તે જાણી શકાય. બાળકીના લક્ષણો કોર્ટમાં કહેવાયા પરંતુ ડોક્ટરે કહ્યું કે, તેની અંદર જે પણ હતું તે બહાર નીકળી ગયું હતું.

આ વિશે બાળકીના પિતાએ ડોક્ટરને જણાવ્યું કે પહેલીવાર જ્યારે તેઓ બાળકીને હોસ્પિટલની ઈમરજન્સી રૂમમાં લઈ ગયા ત્યારે તેમણે પોતાના ઘરે તેના હાથમાં બેટરી પાવર જોયા હતા. માતા-પિતા સતત તેને બે અઠવાડિયા સુધી હોસ્પિટલ લઈ ગયા પરંતુ હોસ્પિટલે તેનો એક્સ-રે કર્યા વિના ખોટી સારવાર કરી. પરિણામે અન્નનળીમાં સેલ ફસાઈ જવાના કારણે બાળકી મૃત્યુ પામી. બાળકીના મૃત્યુ પર પૂછપરછ દરમિયાન તેની માતાએ કહ્યું, તે જાણતી હતી કે જેટલી વાર તેઓ હોસ્પિટલ જશે તેમને પાછા મોકલી દેવામાં આવશે. બાળકીના મૃત્યુ બાદથી જ પરિવાર હવે બેટરી માટેના નિયમો સામે લડી રહ્યો છે.

બેલાની માતાએ દાવો કર્યો છે કે તેણે કેસમાં પૂછપરછ શરૂ કરાવા પાછળ કોઈને દોષી સાબિત કરવાનું નથી પરંતુ બેટરી ગળી જવાના કારણે બાળકોમાં થતી આડ અસરથી લોકોને જાગૃત કરવાનું છે. જ્યારથી તેમણે હોસ્પિટલને જાણ કરી છે, તેમણે સારવારની કાર્યપદ્ધતિ સુધારી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આ પહેલા પણ 4 બાળકોના બટન સેલ ગળી ગયા બાદ ખોટી સારવાર કરવાથી મૃત્યુ થયા હતા.

(4:25 pm IST)