Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આ ભાઇએ વર્ચ્યુઅલ સિંગર સાથે લગ્ન કર્યાં, વેડિંગમાં ખર્યો કર્યો ૧ર લાખ રૂપિયાનો

ટોકયો, તા ૧૩ : જપાનના ટોકયોમાં રહેતા અકિહિકો કોન્ડો નામના ૩પ વર્ષના ભાઇએ હટ્સુને ીમકુ નામની વચ્યુઅલ સિંગર સાથે લગ્ન કર્યા છે. વચ્યુઅલ સિંગરની પ્રતિમારૂપે એક ઢીંગલી તૈયાર કરી છે જેનું નામ હટ્સુને મિકુ પાડયું છે. નવાઇની વાત એ છે કે આ ઢીંગલી સાથે લગ્ન કરવા માટે તેણે હોલ બુક કરવાથી લઇને મિત્રોને પાર્ટી આપવા સુધીનો ખર્ચો પણ કર્યો. લગ્નમાં કુલ ૪૦ મિત્રો હાજર રહ્યા હતાં, પરંતુ તેની ખુદની મમ્મી કે કોઇ સગાંવહાલાંએ એમાં હાજરી નહોતી આપી. પર્ફેકટ વેડિંગ માટે તેણે કુલ ૧૭,૬૦૦ ડોલર એટલે કે લગભગ બાર લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. અકિહિકોનું કહેવું છે કે મિકુ તેની પત્ની છે અને તે કદી પત્નીને દગો નહીં દે, હંમેશા સાથે જ રહેશે. આ ડોલની સાથે જ તે રહે છે અને સૂએ છે. સવારે આ ઢીંગલી ગીત ગાઇને તેને ઉઠાડે છે. અકિહિકો અને મિકુના આ લગ્ન લીંગલ નથી, પરંતુ હોલોગ્રામ ડિવાઇસ બનાવનારી કંપની ગેટબોકસ જેણે મિકુને પણ બનાવી છે. તેણે આ ભાઇને મેરેજ-સર્ટિફીકેટ બનાવી આપ્યું છે. આવા વર્ચ્યુઅલ લગ્નની વાત માટે કંપની કઇ રીતે તૈયાર થઇ એ પૂછવામાં આવ્યું ત્યારે જે જાણવા મળ્યું એ એથીયે ચોંકાવનારૃં હતું. અકિહિકો કંઇ પહેલી વ્યકિત નથી. આ કંપનીએ અત્યાર સુધીમાં આવા ૩૭૦૦ મેરેજ સર્ટિફીકેટસ આપ્યાં છે જેમાં લોકોએ હોલોગ્રામ સાથે વર્ચ્યુઅલ લગ્ન કર્યા હોય.

(5:31 pm IST)