Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગર્ભાવસ્થા દરમિયાન ખાણીપીણીની રાખો ખાસ કાળજી : ભૂલથી પણ ન પીતા આ પીણા

અમુક પ્રકારના પીણા ગર્ભપાતનું કારણ બની શકે છે... : ગર્ભસ્થ મહિલા જે ખાય છે, તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલ બાળક પર પડે છે...

ગર્ભાવસ્થા દરમિયાન મહિલા જે પણ ખાય છે, તેનો સીધો પ્રભાવ ગર્ભમાં  ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. તેથી તે મહિલાએ હેલ્ધી ખોરાક લેવો જોઈએ. જેથી બાળક સ્વસ્થ રહે. પરંતુ, અમુક પીણા એવા હોય છે, જેનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન નુકશાનકારક હોય છે. તો જાણો એ વસ્તુઓ વિશે જે માતા અને ગર્ભમાં ઉછરી રહેલ બાળકને નુકશાન પહોંચાડી શકે છે.

કોફી : કોફીમાં રહેલ કેફીન પણ ગર્ભપાતનું જોખમ વધારે છે. કેટલીક વાર તેનું સેવન કરવાથી અનિંદ્રા અને તનાવની સ્થિતિ પણ પેદા થઈ શકે છે.

ગ્રીન ટી : મેટાબોલિઝમ વધારવા અને પાચનક્રિયાને યોગ્ય રાખવા માટે ગ્રીન ટી બેસ્ટ છે. પરંતુ, ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યને તેનાથી નુકશાન પહોંચી શકે છે. પ્રેગ્નેન્સીમાં ગ્રીન ટીનું સેવન હાનિકારક હોય છે.

આલ્કોહોલ : ગર્ભાવસ્થામાં આલ્કોહોલથી ગર્ભમાં ઉછરી રહેલ બાળકના બ્રેન ડેમેજ અથવા બર્થ ડિફેકટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તેનું સેવન ન કરવું.

અનાનસનું જ્યુસ : ગર્ભાવસ્થામાં અનાનસનું સેવન કરવાથી શરીરમાં બ્રોમેલેન નામના પદાર્થની માત્રા વધી જાય છે, જે ગર્ભપાતનું કારણ બની શકે છે.

(10:41 am IST)