Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતા સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટની અસર બળતણના ભાવમાં ભયંકર વધારોના રૂપમાં દેખાય રહી છે. એશિયા, યુરોપ અને અમેરિકામાં કોલસા, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ બ્રેક ઊંચા છે. તેના કારણે વિશ્વભરના દેશોના લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ઘણી મિલ અને ફેક્ટરીઓ પર બંધ થવાનું જોખમ રહેલું છે. વિશ્વભરના દેશોમાં જાન્યુઆરીથી ગેસની સરેરાશ કિંમત 250 ટકા વધી છે. પરંતુ ગેસના ભાવમાં સૌથી મોટો વધારો યુરોપિયન દેશોમાં થયો છે. યુરોપમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓક્ટોબરમાં ગેસના ભાવમાં છ ગણો વધારો થયો છે. યુરોપ તેની જરૂરિયાતનો 35 ટકા ગેસ રશિયામાંથી આયાત કરે છે, તેથી રશિયામાં ગેસની કિંમતને કારણે યુરોપમાં પણ ભાવ વધ્યા.

ઉર્જા અને વીજળીની કટોકટીને પગલે યુકેમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં ગેસના ભાવમાં 600 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીમાં ગેસના એક યુનિટની કિંમત 50 પેન્સ હતી, પરંતુ હવે તેની કિંમત 400 પેન્સ છે. એ જ રીતે બ્રિટનમાં પેટ્રોલની કિંમત 136.5 પેન્સ પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે.

 

(6:22 pm IST)