Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગઝબ શોખ ધરાવતી આ મહિલાએ પોતાનાથી 15 વર્ષીય નાના યુવાનને બનાવ્યો બોયફ્રેન્ડ

નવી દિલ્હી  : ધનિકોના શોખ પણ અજબ ગજબ હોય છે અને ક્યારેક તે અંગે સાંભળીને મગજ ચકરાવે ચઢી જતુ હોય છે. જેમ કે 44 વર્ષની એક બ્રિટિશ મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના યુવાનને બોયફ્રેન્ડ બનાવ્યો છે અને બોયફ્રેન્ડ તરીકે રહેવા માટે ફિક્સ પગાર પણ આપે છે. જુલી 44 વર્ષની છે અને તેનો બોયફ્રેન્ડ 29 વર્ષનો છે. જોકે જુલી તેની પાસે કેર ટેકર તરીકે પણ કામ લે છે. તેનો બોયફ્રેન્ડ ઘરમાં જમવાનુ બનાવવાથી માંડીને બીજા પણ કામ કરે છે. જુલી નામની મહિલાએ ટિક ટોક એકાઉન્ટ પર બોયફ્રેન્ડને લગતી આ જાણકારી આપી છે. એક બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે લોકોએ જ્યારે જુલીને પૂછ્યુ હતુ કે, તે બોયફ્રેન્ડને દર મહિને કેટલા રૂપિયા ચુકવે છે ત્યારે મહિલાએ હળવા અંદાજમાં કહ્યુ હતુ કે, એક મહિનામાં 11 લાખ રૂપિયા. જોકે એ પછી પણ આ મહિને તેણે સ્વિમિંગપુલની સફાઈ કરી નથી. સેલેરી આપ્યા બાદ મારો બોયફ્રેન્ડ એ બધુ જ કરે છે જે હું કરાવવા માંગુ છું. જુલી કહે છે કે, અમારા બે વચ્ચે ઉંમરનો જે ગેપ છે તેનાથી લોકો મને ટોણા પણ મારે છે પણ હું કોઈની પરવા કરતી નથી. મારો બોયફ્રેન્ડ મને છોડીને કોઈની સાથે જતો રહે તેવો ડર મને નથી. આ ડર ખરેખર તેને હોવો જોઈએ.

 

 

(6:15 pm IST)