Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ટૂંક સમયમાં તાઇવાન પર હુમલો કરવાની તૈયારીમાં ચીન: શરૂ કરી તૈયારી

નવી દિલ્હી: ચીન તાઈવાન પર કબ્જો કરવા માટે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ હોવાનુ સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રિય સ્તરે હલચલ મચી છે. તાઈવાનને અલગ દેશ નહી પણ ચીનનો જ હિસ્સો માનતુ ચીન અગાઉ પણ તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપી ચુક્યુ છે.જોકે હલે તાઈવાન પર કેવી રીતે આક્રમણ કરવુ તે માટે ચીનની સેના દ્વારા એક ટાપુ પર યુધ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આ અંગેનો એક વિડિયો પણ રિલિઝ કરવામાં આવ્યો હતો.ચીનનો યુધ્ધાભ્યાસ એ રીતે પણ મહત્વનો છે કે, તાઈવાન એક ટાપુ દેશ છે.

         આ પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ કહ્યુ છે કે, તાઈવાન પર બહુ જલ્દી આક્રમણ કરાશે.છેલ્લા કેટલાક મહિનાથી ચીન અને તાઈવાનના સબંધો સાવ વણસી ચુક્યા છે.તાઈવાનના એક બિઝનેસમેન પર ચીને જાસૂસીનો આરોપ પણ તાજેતરમાં મુક્યો છે.

(6:23 pm IST)