Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આંખના થાકને દુર કરવાનાં આ રહ્યાં પ્રાકૃતિક ઉપાયો!!

કોમ્પ્યુટર ઉપર સતત કામ કરતાં હો તો આંખ માટેના વ્યાયામ જરૂરી છે

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી. આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો.

આ બધા લક્ષણ તમને સવારે નથી દેખાતા પણ જયારે તમે કોઈપણ વસ્તુને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી આંખમાં જોર પડે છે. જો કે દવાની દુકાનોમાં અનેક પ્રકારના આઈ ડ્રોપ કે પછી દવાઓ મળે છે પણ આખંના થાકને દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ કરી શકો છો. આખંના થાકને દૂર કરવા માટે તમે આ નુસખાનો ઉપયોગ કરી શકો છો.

આંખની માલીશ કરો

તમારી આંગળીઓથી પાંપળ અને ભ્રમરની આજુબાજુની માંસપેશિયોની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો. ત્યારબાદ નીચેની પાંપળો અને હાડકાની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો. પછી કપાળ અને ગાલના ઉપરના હાડકાની માલિશ કરો. આ દરરોજ એક થી બે વખત જરૂર કરો.

હથેળીઓ વડે માલિશ

 જયારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી તમારી આંખ થાકી જાય છે.

  તેના માટે પહેલા તમે આરામથી સીધા બેસી જાઓ.   ત્યારબાદ તમારી હથેળીઓને ત્યાં સુધી મસળો જયા સુધી તે ગરમ થઇ જાય.

  હવે તમારી આંખને બંધ કરી અને પાંપળો પર વજન આપ્યા વગર પોતાની હથેળીઓને પોતાની આંખ પર રાખો.

તડકો લેવો

તડકો લેવો તે આંખનો થાક દૂર કરવા માટેની એક લાભકારી ટેકનીક છે. સૂર્યની મહત્વપૂર્ણ જીવન ઊર્જા તમારી આંખ માટે ખૂબ જ લાભકારી છે. આ ટેકનીકથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વ વિટામીન ડી પણ બને છે. તડકામાં કાળા થવાથી બચવા માટે સવારે ૮ થી ૧૦ ની વચ્ચે તમે તડકો લો.

 તડકો લેવા માટે તમે સવારે એવી જગ્યા પર ઊભા રહો કે જયાં તડકો સારી રીતે આવતો હોય.  હવે તમારી આંખને બંધ કરી લો અને તડકાને પોતાની પાંપળો પર આવવા દો.  સૂર્યની ગરમીને મહેસૂસ કરો અને તમારી આંખની કીકીને ઉપર નીચે, આગળ પાછળ ફેરવો.   આ પ્રક્રિયાને ૫ મિનિટ સુધી કરો.  તેના પછી હથેળીઓથી પોતાની આંખની માલિશ કરો.  આ દિવસમાં એક વાર જરૂર કરો.

 તડકો લેતા સમયે ચશ્મા કે કોન્ટેકટ લેન્સ ના પહેરો. તડકો લીધા પછી હથેળીઓથી માલિશ કરવાનું ના ભૂલો.

ઠંડુ પાણી

જો તમારી આંખમાં તણાવની સાથે સાથે સોજા પણ છે તો તેને ઠંડા પાણીથી ધોઇ શેકો. તમે એક ચોખ્ખા કપડાંમાં થોડાક બરફ લપેટીને તેને પોતાની બંધ આંખો પર રાખો. આમ કરવાથી પાંચ - દસ મિનિટમાં તમારી આંખના સોજા જતા રહેશે.

ગરમ શેક

ગરમ શેક પણ આંખના દર્દથી આરામ મેળવવાનો એક સારો એવો નુસખો છે. તે તમારી આંખની આજુબાજુની માંસપેશિયોને આરામ આપશે. તેનાથી તમારી આંખનુ દર્દ પણ ઓછું થશે અને તેની તાજગી પણ ચાલી જશે. જો તમારી આંખો સોજાયેલી છે તો આ શેકથી તમને દર્દમાં આરામ મળશે.

તમે ગરમ પાણીમાં એક મુલાયમ કપડું નાખોં અને તેનું બધુ જ પાણી નીચોવી નાખો. તમે આરામથી સૂઈ જાઓ, આંખ બંધ કરો અને પોતાની પાંપળો પર ગરમ કપડાને રાખો. - તમે શાંત રહો અને એક મિનિટ સુધી ધીમે ધીમે શ્વાસ લો. ૪- હવે તમે આ ભીના કપડાંને બદલો અને આ પ્રક્રિયાને ત્રણથી ચાર વખત કરો. ૫- અમારી સલાહ છે કે આ ઉપાયને તમે દિવસમાં બે વખત જરૂરથી કરો.

દૂધ

આંખના દર્દને દૂર કરવા માટે દૂધ પણ એક ખૂબ જ લોકપ્રિય રીત છે. દૂધની જે મલાઈ હોય છે તે સોજા અને થાકેલી આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત પણ દૂધ આંખના દર્દ, બળતરા અને સોજાને ઓછા કરવામાં સહાયક છે.

ઠંડા દૂધમાં રૂને એક મધ્યમ આકારના ગોળાને થોડાક સમય સુધી ડુબાડીને રાખો.  તેને પોતાની આંખની આજુબાજે ધીમે ધીમે રગડો સાથે જ આ મસાજ દરમિયાન તમે તમારી આંખની પાંપળોને થોડાક સમય માટે બંધ પણ કરો.  આ પ્રક્રિયા દરમ્યાન થોડાક સમય માટે વિશ્રામ કરો એવામાં દૂધ અને યોગ્ય રીત તમારી આંખને રાત આપશે. આ પ્રક્રિયાને દિવસમાં એક વાર કે જયારે પણ તમારી જરૂરિયાત હોય ત્યારે કરો.

ગુલાબજળ

તણાવપૂર્ણ અને થાકેલી આંખો માટે એક પ્રાકૃતિક રિલેકસના રૂપમાં કામ કરે છે. તેના ઉપયોગથી આંખ પર ખૂબ જ સુખદ પ્રભાવ પડે છે. સાથે જ, તે આંખની આજુબાજુની ત્વચા અને ડાર્ક સર્કલને પણ ઓછા કરે છે જેનાથી ત્વચા મુલાયમ અને આકર્ષક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગુલાબજળનો દરરોજ ઉપયોગ કરવાથી આંખની ભીનાશ પણ એવીને એવી રહે છે.

 તમારી આંખ પર ઠંડા પાણીની છાલક મારો અને એક સાફ રૂમાલથી તેને સાફ કરો. રૂ થી બનેલા બે ગોળાને ગુલાબજળમાં ડુબાડો. સૂઈ જાઓ અને રૂના તે ગોળાને પોતાની આંખ પર રાખો.  આ પ્રક્રિયાને દિવસમાં બે વાર કરો.

જો તમે કોમ્પ્યુટર કે બીજા કોઈ અન્ય સ્ક્રીન પર ૨૦ મિનિટથી વધારે કામ કરતા હોય તો આ નાનો એવો વ્યાયામ તમારી આંખની બળતરાથી આરામ અપાવી શકે છે. તમે ૨૦ ફૂટ દૂરની કોઈ પણ વસ્તુને ૨૦ સેંકડ માટે જોવો અને તે પ્રક્રિયાને ઘણી વાર કરો. જો તમે કોમ્પ્યુટર પર વધારે સમય સુધી કામ કરો છો તો તમે તમારા કોમ્પ્યુટરમાં કેટલાક સ્પેશિયલ સોફ્ટવેર જેવા કે આઈ લિયો, આઈ રેવની પસંદગી કરો. આ સોફ્ટવેર એક નિશ્યિત અંતરમાં તમને બ્રેકની યાદ અપાવશે. તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીનને પોતાનાથી ૨૦ થી ૨૬ ઈંચ દૂર રાખો અને સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો કે કોમ્પ્યુટર કે લેપટોપ તમારી આઈ લેવલથી ઓછા હોય.

 

(9:53 am IST)
  • બિહાર વિધાનસભા ચૂંટણી : ટિકિટ ફાળવણીમાં પરિવારવાદની બોલબાલા : પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી ,તેમના વેવાણ જ્યોતિદેવી ,તથા જમાઈ દેવેન્દ્ર માંઝીને ટિકિટ : નીતિન સરકારમાં મિનિસ્ટર રહી ચૂકેલા નરેન્દ્ર નારાયણ યાદવ તથા તેમના જમાઈ નિખિલ મંડલને જેડીયુની ટિકિટ : આર. જે. ડી. એ જેલવાસ ભોગવી રહેલા પૂર્વ સાંસદ આનંદ મોહનના પત્ની લવલી આનંદ તથા પુત્ર ચેતન આનંદને ટિકિટ આપી : લાલુપ્રસાદ યાદવના બંને પુત્રો લાલ તેજ પ્રતાપ તથા તેજસ્વી યાદવ હસનપુર અને રાધોપુરમાંથી મેદાનમાં access_time 12:50 pm IST

  • મહારાષ્ટ્ર પોલીસમાં ૨૪ કલાકમાં ૫૫ કોરોનાના નવા કેસ નોંધાયા અને બેના મૃત્યુ થયા છે આ સાથે મહારાષ્ટ્રમાં કુલ ૨૧૩૦ પોલીસ ઓફિસરો અને કર્મચારીઓને કોરોના વળગ્યો છે જ્યારે 262 ના મૃત્યુ થયા છે. access_time 5:40 pm IST

  • શનિવારે અમદાવાદ આવતા ગૃહપ્રધાન અમિતભાઈ શાહ : કોરોના મહામારી ફેલાયાના સાત મહિના પછી અને કોરોના મહામારીમાં કોરોનાનો ભોગ બન્યા બાદ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ શનિવારે અમદાવાદ આવી રહ્યા છે : મળતી વિગતો મુજબ નવરાત્રીના બીજા દિવસે પરીવાર સાથે તેઓ માણસા જશે અને તેમના કુળદેવી બહુચર માતાના દર્શન અને પૂજા કરશે (નવગુજરાત સમય) access_time 5:00 pm IST