Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

તુર્કીની સેનાએ સીરિયાનાં સરહદ શહેરો પર કર્યો કબજો: લાખથી વધુ લોકો પલાયન થવા મજબૂર

કુર્દિશ લડવૈયાઓ સામે ચાલુ કરેલા અભિયાનના ચોથા દિવસે રાસ અલ-અયન શહેરને ઘેરો ઘાલ્યો

ટર્કીશ સેનાએ સીરિયામાં સીમાનું શહેર કબજે કર્યું છે. સેનાએરે એક નિવેદન જારી કરતાં કહ્યું કે તેણે કુર્દિશ લડવૈયાઓ સામે ચાલુ કરેલા અભિયાનના ચોથા દિવસે રાસ અલ-અયન શહેરને ઘેરો ઘાલ્યો હતો.

    ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના તમામ દેશોએ તુર્કીની આ સૈન્ય કાર્યવાહીની નિંદા કરી રહ્યું છે. આ પછી પણ તુર્કીએ હજી સુધી આ આક્રમક અભિયાનમાંથી પીછેહઠ કરવાના કોઈ સંકેત આપ્યા નથી. અને તુર્કી રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલે પીછે હટ
કરવામાં આવશે નહીં

તુર્કીના સંરક્ષણ પ્રધાન અને યુદ્ધ મોનિટર જૂથે અહેવાલ આપ્યો છે કે સેનાએ રાસ અલ-અયનનાં કેન્દ્રને કબજે કરી લીધું છે. સેનાની આ કાર્યવાહી  શરૂ થઈ હતી, તુર્કીએ આ તેની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા વર્ણવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે યુએસ  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાથી સેના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી તુર્કીએ કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

(11:54 pm IST)