Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પાકિસ્તાનમાં દીવાલ ધરાશાયી થતા 7 છોકરીઓ સહીત 9 બાળકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં માટીની એક દીવાલ ધરાશાયી થવાના કારણે 9 બાળકોના મોત નિપજ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં 7 યુવતીઓ અને 2 યુવકોનો સમાવેશ થાય છે અને વધુમાં જણાવ્યું છે કે પાકિસ્તાનના સુક્કુર જિલ્લામાં આ ઘટના બની હતી બાળકો માટીની દીવાલ નજીક રમી રહ્યા હતા ત્યારે અચાનક આ દીવાલ ધરાશાયી થઇ હતી આ દરમ્યાન બે બાળકોને સામાન્ય રીતે પણ ઇજા પહોંચી છે.

(6:13 pm IST)