Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આ ભાઇની વાંસળી સાંભળીને રીંછ ભેગાં થઇને આવે છે

ન્યુયોર્ક, તા.૧૩: આપણે સાંભળ્યું છે કે મહાભારતકાળમાં વૃંદાવનમાં કૃષ્ણની વાંસળી સાંભળીને ગાયો અને ગોપીઓ મંત્રમુગ્ધ થઇને એકઠી થઇ જતી હતી. અમેરિકાના ન્યુયોર્કમાં આવો એક કાનુડો પેદા થયો છે જેની વાંસળી સાંભળીને રેફૂન્સ (રીંછ જેવાં ઉત્તર અમેરિકાનાં પ્રાણી) ઘેલાં થઇને તેની પાછળ ખેંચાઇ આવે છે. સેન્ટ લોરેન્સ કાઉન્ટીમાં બ્રશર સ્ટેટ ફોરેસ્ટ પાસે એડી લોરેન્સ નામના ભાઇ ફલુટ વગાડતા હોય એવો એક વિડિયો વાઇરલ થયો છે. આ વાંસળી સાંભળીને જંગલની ઝાડીમાંથી કેટલાંક રેફુન્સ તેની પાસે ખેંચાઇ આવે છ. લગભગ વીસ રેફૂન્સ એડીની આસપાસ એકદમ મંત્રમુગ્ધ અવસ્થામાં આવીને ડોલતાં હોય એવું જોઇ શકાય છે. આ વિડિયો વાઇરલ થતાં લોકોને લાગે છે  કે આ માણસ ફલુટ દ્વારા જંગલી પ્રાણીઓને સંમોહિત કરી શકે છે. જોકે એડીનું કહેવું છે કે તે હજી માત્ર એક મહિના પહેલાં જે ફલુટ વગાડતાં શીખ્યો છે અને આ વાઘ જ એવું મધુર છે કે કોઇ પણ સેન્સિટિવ વ્યકિત મંત્રમુગ્ધ થઇ જાય.

(3:42 pm IST)