Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આ છોકરાએ સાત વર્ષની ઉંમરે બેન્ક શરૂ કરેલી, હાલમાં એના ૨૦૦૦ કસ્ટમર્સ છે

લંડન તા ૧૩ : બાળકો મોટા થઇને પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવાના સપના જોતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બાળકો એવાં પણ છે જેઓ બાળપણમાંજ જબરા બિઝનેસ-માઇન્ડેડ હોય. પુરુમાં રહેતા જોસ એડોલ્ફો નામના કિશોરે માત્ર સાત વર્ષની ઉંમરે બાળકોની સેવિંગ્સ બેન્ક શરૂ કરી હતી. અવે જોસ ૧૭ વર્ષનો છે અને હાલમાં તેની ચિલ્ડ્રન સેવિગ્સ બેન્કના ૨૦૦૦ તી વધુ કલાયન્ટ્સ છે. આ બેન્ક વિવિધ ફાઇનેન્શ્યલ સર્વિસીસ પણ આપે છે. જોસ સાત વર્ષનો હતો ત્યારે તેને પોતાને આ આઇડિયા આવેલો. તેણે જોયેલું કેે તેના દોસ્તો સ્વીટ્સ, ચોકલેટ્સ અને રમકડા પાછળ બહુ પૈસા ખર્ચી નાખે છે. તેને લાગતું હતું કે પેરન્ટ્સ દ્વારા આપવામાં આવતા પોકેટમનીનો બાળકોએ યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. એ ઉંમરે પણ તેને પૈસાની બચત કરવાની સમજણ હતી. તેણે પોતનાના પેરેન્ટસને પૈસાની બચત માટે બેન્કની મદદ લેતા જોયેલા. એટલે તનેણે ાનક્કી કર્યુ કે તે પોતાના જેવા બાળકો માટે આવી ફાઇનેન્સ સિસ્ટમ બનાવે બીજી કોઇ બેન્ક તો બાળકોને જાતે બેન્કિંગ-સિસ્ટમ સાથે ડીલ કરવા દેતી નહોતી એટલે તેણે પોતેજ બેન્ક ખોલવાનું વિચાર્યુ. ટીચર્સને આ આઇડિયા કહ્યો તો તેમણે કહી દીધુ કે બેન્ક ચલાવવા માટે તું હજી બહુે નાનો છે. નસીબ જોગે સ્કુલના પ્રિન્સિપાલે તેને સપોર્ટ કર્યો. સ્કુલના એક આસિસ્ટન્ટની મદદથી તેણે બેન્કની શરૂઆત કરી શરૂઆતમાં બધાજ કલાસમેટ્સ તેની મજાક ઉડાવતા.

બેન્કમાં ખાતુ ખોલાવવા માટે તેણે પેપર અને પ્લાસ્ટિક રીસાઇકલ કરવાનું શરૂ કર્યુ. ખાતુ ખોલાવવા માટે પહેલા કોઇ બાળકે પાંચ કિલો રીસાઇકલ થઇ શકે એવાં પેપર કે પ્લાસ્ટિક જમા કરાવવા પડે. એ પછી તેમની મેમ્બરશીપ કન્ટિન્યું કરવા માટે દર મહિને એક કિલો રીસાયઇકલ મટીરિયલ જમા કરાવવાનું શરૂ કર્યુ. આ ચીજો વેચીને જે રકમ થાય એ તેમના સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થાય. તેણે બાળકોને બચત કરવાનો ગોલ નક્કી કરવા કહ્યું તેમના એકાઉન્ટમાં તેમના ગોલ મુજબની બચત થાય એ પછી જ તેઓ એમાંથી કંઇક ઉપાડી શકે એવી સિસ્ટમ ગોઠવી. જોસે લોકલ રીસાઇકલ કંપની સાથે ટાઇઅપ કરીને બાળકોએ એકઠા કરેલ કચરાને વધુ કિંમત મળે એવી વ્યવસ્થા ગોઠવી ૨૦૧૨ અને ૨૦૧૩ ના વર્ષ દરમ્યાન આ સ્ટુડન્ટ્સ બેન્કે એક ટન રીસાઇકલેબલ મટીરીયલ એકઠું કર્યુ અને ૨૦૦ બાળકોના સેવિંગ્સ એકાઉન્ટ જનરેટ થયા. ત્યારબાદ દરેક બાળકની બચતને વધુ વળતર મળે એ માટે પેરુની સ્થાનિક બેન્ક સાથે પણ પાર્ટનરશિપ કરતા સ્ટુડન્ટ્સ બેન્કના કલાયન્ટની સંખ્યા હાલમાં ૨૦૦૦ ના આંકડાને પાર કરી ગઇ છે.

(3:42 pm IST)