Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અફેરનો થયો ખુલાસો

ગૂગલ મેપ્સના કારણે પતિ-પત્નીના ડિવોર્સ

લંડન તા. ૧૩ : ટેકનિક લોકોની જિંદગીને સરળ બનાવી રહી છે. સાથે જ આ 'ટેકનિકલ લાફઈ'થી ઘણા લોકોને પરેશાની પણ થઈ રહી છે. તમે ગૂગલ મેપ્સ અને ગૂગલ સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરો છો? જો હાં, તો તેના તસવીરો લેતા ફીચર વિશે તમે જરૂર જાણતા હશો. આ ફીચરે પેરૂના એક કપલમાં ડિવોર્સ કરાવી દીધો. ગૂગમ મેપની મદદથી પતિને ખબર પડી કે તેનો પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના સાઉથ અમેરિકાના દેશ પેરૂની રાજધાની લિમાની છે. જયાં એક કપલે ગૂગલ મેપના કારણે ડિવોર્સ લઈ લીધા. હકીકતમાં મેપ દ્વારા મહિલાના પતિએ પોતાની પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે જોઈ લીધી.

તે શખસે જણાવ્યું કે તે દિવસે ગૂગલ મેપ દ્વારા રસ્તો શોધી રહ્યો હતો. ત્યારે જ મેપ પર એક મહિલા દેખાઈ, જેણે તેની પત્ની જેવા કપડા પહેર્યા હતા. જયારે તેણે ધ્યાનથી જોયું તો તેને જાણ થઈ કે તે તો તેની પત્ની જ છે.

આ શખસે પત્નીને કંઈ ન પૂછ્યું. જયારે તેઓ બંને ઘરે પહોંચ્યા તો તેણે વાઈફને સમગ્ર મામલા પર વાત કરી. પરંતુ પત્નીએ તેની વાતનો સ્વીકાર ન કર્યો અને ખોટી ગણાવી. જોકે જયારે પતિએ પત્નીને તસવીર બતાવી જેમાં તે પ્રેમી સાથે બેઠી હતી, તો તેણે અફેરની વાત સ્વીકારી લીધી.

આ તસવીરમાં મહિલા પોતાના પ્રેમી સાથે બેંચ પર બેઠી હતી. પ્રેમીનું માથું તેના ખોળામાં હતું અને તે તેના વાળમાં હાથ ફેરવી રહી હતી. આ ફોટોને ગૂગલ મેપ પર તે મહિલાના પતિએ જોઈ લીધો અને પત્નીને ડિવોર્સ આપી દીધો. હાલમાં આ શખસે પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાઈફનો ફોટો શેર કર્યો, જેને જોઈને તેમની વચ્ચે ડિવોર્સ થયો.

(10:05 am IST)