Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

૧૦૦૦ કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લોન્ચ કરી ચીને

બીજિંગ તા. ૧૩ : ચીને નવી હાઇ સ્પીડ ટેકનોલોજી ધરાવતી ટ્રેનનું મોડેલ લોન્ચ કર્યું છે. જે કલાકના ૧૦૦૦ કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫થી હાઇ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે.ચીનની નવી ટ્રેનના મોડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ ઓન્થ્રેપ્રેન્યોરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું.

ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે.  હાઇ સ્પીડ ટ્રેનને ધ ફલાઇટ નામ આપવામાં આવ્યું છે. ટ્રેનની કેબિન ૨૯.૨ મીટર લાંબી ત્રણ મીટર પહોળી હશે. ટ્રેન વેકયુુમ સિસ્ટમ દ્વારા જમીનથી ૧૦૦ મિ.મી. ઉપર ચાલશે. શાંઘાઈ યુનિવર્સિટીના રેલવે નિષ્ણાત સૂન જંગે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ ટ્રેનની ટેકનોલોજીએ ચીનને અમેરિકાની સમકક્ષ મૂકી દીધું છે. ટ્રેનમાં એરોસ્પેસ ટેકનોલોજીમાં વપરાતી ઈલેકટ્રો મેગ્નેટિક પ્રપ્યુલઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન દુનિયાનું સૌથી લાંબું ૨૨૦૦૦ કિ.મી.નું હાઇ સ્પીડ નેટવર્ક ધરાવે છે.(૨૧.૪)

 

(10:04 am IST)