Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નવરાત્રીમાં તમારા નખ પર બનાવો સ્પેશ્યલ નેલ આર્ટ

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોમાં છોકરીઓ સુંદર શણગાર સજીને ગરબે રમવા જાય છે. ત્યારે પોતાના શણગારમાં મેકઅપ અને આઉટફીટની સાથે છોકરીઓ નેલઆર્ટનું પણ ખાસ ધ્યાન રાખે છે. જેનાથી પરફેકટ લુક મળે. આજકાલ છોકરીઓમાં અલગ-અલગ પ્રકારની નેલઆર્ટનો ટ્રેન્ડ જોવા મળે છે. તો આ નવરાત્રીમાં નવરાત્રી થીમ સંબંધી બનાવો નેલઆર્ટ.

 જો તમે નવરાત્રીમાં રાજસ્થાની ટચવાળુ કોશ્ચ્યુમ પહેરી રહ્યા છો, તો તમારા આઉટફીટ સાથે મેચિંગ નેલ આર્ટ કરી શકો છો. તેનાથી તમને પરફેકટ લુક મળશે.

 સિમ્પલ અને ટ્રેડીશ્નલ લુક મેળવવા માટે આ પ્રકારની નેલઆર્ટ ટ્રાઈ કરો. નવરાત્રી માટે આ નેલઆર્ટ ટ્રાઈ કરી શકો છો. તે તમારા લુક સાથે પરફેકટ મેચ થશે.

 તમારા એક નખ ઉપર માતાની છબી અને બાકીના નખ ઉપર સાદી અથવા કલરફુલ નેલઆર્ટ કરી શકો છો.

 અથવા તો એક નખ ઉપર સ્વસ્તિક અને બાકીના નખ પર સાદી નેલપોલીશ અથવા નેલઆર્ટ દ્વારા ઝીણી ટ્રેડિશ્નલ ડીઝાઈન કરી શકો છો.

 નવરાત્રીમાં નખ ઉપર ઓમ, સ્વસ્તિક અને માતાની છબીવાળા નેલઆર્ટનો ટ્રેન્ડ ખૂબ જ ચાલે રહ્યો છે. તેનાથી તમારા હાથને સુંદર લુક મળશે.

(9:44 am IST)