Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આંખો પલકારવી સ્વાસ્થ્ય માટે જરૂરી

એક સ્વસ્થ વ્યકિત એક મિનીટમાં લગભગ ૧૦ વાર પોતાની આંખો પલકાવે છે. પરંતુ, કોમ્પ્યુટર પર કામ કરવુ, ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી આંખો બહુ ઓછી વાર પલકે છે. જેનાથી આંખને ડ્રાઈ આઈ સિન્ડ્રોમની ગંભીર સમસ્યા થઈ શકે છે.

કેમ જરૂરી છે આંખો પલકાવવી

આપણી આંખોની પુતળીઓમાં ખાસ પ્રકારનુું લિકિવડ હોય છે, જે લ્યુબ્રિકેન્ટની જેમ કામ કરે છે. આંખો પલકાવવાથી તે આંખોમાં બધે ફેલાઈ જાય છે અને આપણી આંખો પાણીવાળી દેખાય છે. પરંતુ, આંખો એક જગ્યાએ સ્થિર કરી કામ કરવાથી આંખોમાં નમી રહેતી નથી. જેના કારણે આંખો ડ્રાઈ થઈ જાય છે. જેને ડ્રાઈ આઈ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

ડ્રાઈ આઈ સિન્ડ્રોમના લક્ષણ

૧. આંખોમાં બળતરા થવી,

૨. આંખો ખટકવી,

૩. આંખો ડ્રાઈ થવી,

૪. આંખોમાં ખંજવાળ આવવી,

૫. આંખો ભારે લાગવી,

૬. આંખો લાલ થવી

તેનાથી બચવા...

 ડ્રાઈ આઈ સિન્ડ્રોમ સંબંધી આંખોમાં કોઈ પણ સમસ્યા થતા આંખના નિષ્ણાંત ડૉકટરની સલાહ લેવી જોઈએ. કોમ્પ્યુટર પર કામ કરતી વખતે કે ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે વચ્ચે આંખોને આરામ આપવો જોઈએ.

(9:44 am IST)