Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સફરજન ખાધા બાદ તુરંત ન ખાવી જોઈએ આ વસ્તુઓ

દરરોજ સવારે ખાધેલ એક સફરજન તમને અનેક રોગોથી દૂર રાખે છે. પરંતુ, જો તમે તેનું યોગ્ય રીતે સેવન ન કરો તો તમને ફાયદાની બદલે નુકશાન થઈ શકે છે. તો જાણો સફરજન ખાધાના તુરંત બાદ કઈ વસ્તુઓનું સેવન ન કરવુ જોઈએ.

પાણી  : સફરજન ખાધા બાદ કયારેય પાણી ન પીવુ જોઈએ. તેનાથી શરીરમાં કફ બનવા લાગે છે. સફરજન ખાધા બાદ ૧ કલાક બાદ જ પાણી પીવુ જોઈએ.

ખાટી વસ્તુઓ :  કેટલાક લોકો સફરજન ખાધા બાદ ભુલથી ખાટી વસ્તુઓ ખાઈ લે છે. તેનાથી પેટમાં ગેસ થવા લાગે છે. તેથી સફરજન ખાધા બાદ ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ.

દહીં : સફરજન ખાધા બાદ દહિં ન ખાવુ જોઈએ. દહિંની તાસીર ઠંડી હોય છે. તેથી તેનાથી કફ વધે છે.

મૂળો : સફરજન ખાધા બાદ મૂળો ન ખાવો જોઈએ. તેના સેવનથી શરીર પર સફેદ ડાઘ થઈ શકે છે.

સવારે સફરજન ખાવાથી ફાયદો

સફરજન હંમેશા સવારે ખાવુ જોઈએ. રાત્રે તેનું સેવન કરવાથી શરીરને નુકશાન થઈ શકે છે. ખાસ કરીને તે લોકો જે અસ્થમાથી પીડિત હોય.

(9:43 am IST)