Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

જો લાંબી મુસાફરી દરમ્યાન તમને પણ આ લક્ષણો જોવા મળે તો થઇ જજો સાવધાન

નવી દિલ્હી: હાઈવે પર ગાડી ચલાવતી વખતે ઘણી વખત લોકો અમુક સમય બાદ ખોવાઈ ગયા હોય તેવુ કે અચાનક ઊંઘ આવવાની સ્થિતિને અનુભવે છે. આ દરમિયાન થાય છે એવુ કે મગજ અને આપણી આંખો સતત રોડને જોઈને અને મગજમાં નક્કી એક મેપને ફોલો કરતી વખતે આગળ વધતા રહે છે અને પછી એક સ્થળે આવીને ખોવાઈ ગયા હોય તેવુ અનુભવે છે. ક્યાંક અચાનક કંઈક આવે છે, મગજ જાગી જાય છે અને આપણને જાણ થાય છે કે આ દરમિયાન જે થયુ, કંઈ પણ યાદ નથી. આ સ્થિતિ જોખમી હોઈ શકે છે અને આ દરમિયાન તમે અકસ્માતનો ભોગ બની શકો છો. હાઈવે હિપ્નોસિસ કે ડ્રાઈવિંગ હિપ્નોસિસ ત્યારે થાય છે જ્યારે ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે એ ભૂલી જાય કે આ વિશિષ્ટ સમયગાળામાં તેની સાથે શું થયુ હતુ. ઉદાહરણ તરીકે એક વ્યક્તિની કલ્પના કરીએ જે રાત્રે નીરસ દ્રશ્યો અને ટ્રાફિક લાઈટ વિનાના હાઈવે પર ગાડી ચલાવી રહ્યો હોય. થોડા સમય બાદ ડ્રાઈવર હિપ્નોસિસમાં પહોંચી જાય છે અને અમુક કિલોમીટરની મુસાફરી કરી લે છે પરંતુ તેને કંઈ યાદ રહેતુ નથી કે શું થયુ હતુ. સીધા શબ્દોમાં કહીએ તો, ડ્રાઈવિંગ હિપ્નોસિસમાં ડ્રાઈવર ગાડી ચલાવતો રહે છે, સ્ટીયરિંગ પર તેનું પૂરુ નિયંત્રણ હોય છે પરંતુ તે પોતાની આસપાસ થનારી કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપતો નથી. હાઈવે હિપ્નોસિસ તેટલા માટે પણ જોખમી હોઈ શકે છે કેમ કે આ દરમિયાન તમારી કોઈ મોટી ભૂલ હોઈ શકે છે અને તમે એક્સિડેન્ટનો શિકાર થઈ શકો છો. આ સિવાય તમે ખોટા માર્ગે પણ જઈ શકો છો અને તમારુ અંતર લાંબુ થઈ શકે છે.

 

(7:42 pm IST)