Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અમેરિકાએ સાઉદી અરબમાં તૈનાત પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ સહીત ટર્મિનેટ હાઈ એલ્ટિટયુડ એરિયલ ડિફેન્સ સિસ્ટમ હટાવી દીધી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવી લીધાના એક જ મહિનામાં અમેરિકાએ સાઉદી અરબમાં તૈનાત પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ અને ટર્મિનેટ હાઈ એલ્ટિટયુડ એરિયલ ડિફેન્સ સિસ્ટમ હટાવી દીધી છે. સાઉદી અરબ પર યમનના હુથી બળવાખોરોના હુમલા છતાં ડિફેન્સ સિસ્ટમ હટાવવાના અમેરિકાના નિર્ણયથી વૈશ્વિક જગત આશ્ચર્યચકિત છે અને બધાના મનમાં એક જ સવાલ છે કે બાઈડેન તંત્રે આ પગલું કેમ ઉઠાવ્યું? જોકે, સૂત્રોનું કહેવું છે કે અમેરિકાએ હવે તેના સૌથી મોટા દુશ્મન ચીનને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડતાં પ્રશાંત મહાસાગરમાં ચીનનો વધતો પ્રભાવ રોકવા ઓસ્ટ્રેલિયામાં પેટ્રિયટ મિસાઈલો ગોઠવ્યા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોને પાછા ખેંચી લેવાના નિર્ણય પછી અમેરિકાએ સાઉદી અરબમાંથી તેની શક્તિશાળી પેટ્રિયટ મિસાઈલો હટાવવાનો આશ્ચર્યજનક નિર્ણય કર્યો છે. વધુમાં અમેરિકાએ આ ડિફેન્સ સિસ્ટમ એવા સમયે હટાવી લીધી છે જ્યારે સાઉદી અરબ યમનના હુથી બળવાખોરોના હુમલાનો સામનો કરી રહ્યું છે. એક અહેવાલો મુજબ હુથી બળવાખોરોના ઓઠા હેઠળ હકીકતમાં ઈરાન સાઉદી અરબ પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. ઈરાને આ અહેવાલોને ફગાવી દીધા છે.

(6:10 pm IST)