Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ચીનના ચેંગદૂમા વાવાઝોડાના કારણે 56 ફ્લાઇટ રદ કરવાની નોબત આવી

નવી દિલ્હી: ચીનના સિચુઆન પ્રાંતના ચેંગદૂમાં શિઆનગિલયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારના રોજ વાવઝોડાનાં કારણોસર કુલ 56 ફ્લાઇટને રદ કરવાની નોબત આવી હતી તેમજ 71 ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વાવાઝોડાના કારણોસર એરપોર્ટ પરથી 56 ફ્લાઇટને તાત્કાલિકમાં રદ કરી દેવી પડી હતી. તેમજ 10 ફ્લાઇટને વૈકલ્પિક એરપોર્ટ પર ઉતારી દેવામાં આવી હતી. 

         સીચુઆનની રાજધાની ચેંગદૂમા શુક્રવારના રોજ બપોરના સમયે 4 વાગ્યાની આસપાસ આ વાવાઝોડાના પવનની અસર થઇ હતી અને એરપોર્ટ પર રનવેને ઘણા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો  સવારના સાત વાગ્યા પહેલા એક પણ રનવેને ખોલવામા ન આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:44 pm IST)