Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ચા પીવાથી થાય છે આટલા બધા ફાયદા

નવી દિલ્હી: ચા પીવાનો એક નવો ફાયદો સામે આવ્યો છે શોધકર્તાઓએ દાવો કર્યો છે કે નિયમિત ચા પીનાર લોકોના મસ્તિષ્કની સંરચના ખુબજ સારી હોય છે તેમનો સંબંધ સ્મૃતિ સંબંધી સ્વસ્થ કાર્યક્ષમતાથી  મેળવવામાં આવ્યો છે.

     સિંગાપુરની નેશનલ યુનિવર્સીટીના એક અસિસ્ટેંટ પ્રોફેસર ફેંગ લેઈના  કહેવા મુજબ ચા પીવાથી મસ્તિષ્કની સંરચના પર સકારાત્મક પ્રભાવનું  પ્રથમ નિર્માણ થાય છે અને તે પણ સાબિત થયું છે કે નિયમિત ચા પીવાથી મસ્તિષ્કની સંરચનામાં વય સંબંધી ગિરાવટ વિરુદ્ધ સુરક્ષાત્મક પ્રભાવ પણ પડે છે.

(6:39 pm IST)