Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સપનાઓને યાદ રાખવામાં મદદ કરશે વિટામિન બી-૬: વિજ્ઞાનીઓનો દાવો

સૂતાં પહેલાં માત્ર ૨૪૦ ગ્રામ વિટામિન બી-૬ લેવું પૂરતું છે

વોશિંગ્ટનઃ તા.૧૩: મોટા ભાગે લોકો જ્યારે સૂઇને ઊઠે છે તો પોતાનાં સપનાં ભૂલી જાય છે.હવે વિજ્ઞાનીએ અભ્યાસ કરીને તેને યાદ રાખવાની રીતે શોધી લીધી છે. વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે વિટામીન બી-૬ની મદદથી લોકો હવે પોતાનાં સપનાંને યાદ રાખી શકશે. આ અભ્યાસ પરસેપ્ચ્યુઅલ એન્ડ મોટર સ્કીલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ માટે સંશોધકોએ ઓસ્ટ્રેલિયાના ૧૦૦ લોકોને એકઠા કર્યા હતા, જેમને સતત પાંચ દિવસ સુધી સૂતા પહેલાં વિટામીન બી-૬ના સપ્લિમેન્ટ અપાયા.

આ અભ્યાસના લેખક અને યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાઇકોલોજીના ડેનહોમ ઓસ્પીએ જણાવ્યું કે અભ્યાસના પરિણામ જણાવે છે કે પ્લેસબોની સરખામણીના વિટામીન બી-૬ની મદદથી લોકોની સપનાંને યાદ રાખવાની ક્ષમતામાં સુધારો થયો છે. પ્લેસબો એવી ચિકિત્સા છે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર ન હોય. આવી ચિકિત્સા પદ્ધતિ અથવા તો પ્રભાવહીન હોય છે અથવા તેમાં કોઇ સુધારો દેખાતો નથી અથવા તેનું કારણ કોઇ અન્ય વસ્તુ હોય છે.

તેમણે કહ્યું કહ્યું કે વિટામિન બી-૬થી લોકોનાં સપનાંઓની જીવંતતા અને વિચિત્રતા પ્રભાવિત થાય છે અને તેમની ઊંઘની પેટર્ન તેમજ અન્ય પહેલું પ્રભાવિત થાય છે. ઓસ્પીએ કહ્યું કે આ પહેલો અભ્યાસ છે જેમાં સપનાં પર વિટામિન ડી-૬ના પ્રભાવોની અસર મોટા સ્તર પર કરાઇ. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે સૂતા પહેલા માત્ર ૨૪૦ ગ્રામ વિટામીન બી-૬ લેવાથી સપનાંઓને યાદ રાખવામાં મદદ મળે છે. સંશોધનમાં ભાગ લેનાર એક વ્યકિતએ જણાવ્યું કે સૂતા પહેલા વિટામિન બી-૬ લેવાથી તેને પોતાનાં સપનાં સારી રીતે યાદ રાખવામાં મદદ મળી એટલું જ નહીં દિવસ પૂરો  થાય ત્યાં સુધી પણ સપનાંની સ્મૃતિઓ તેના મગજમાં જળવાયેલી રહી. વિટામીન બી-૬ અનાજ, ફળ,શાકભાજી, ખાસ કરીને પાલક અને બટાંકા, દુધ, પનીર, ઇંડા અને માછલીમાંથી મળે છે.

(4:16 pm IST)