Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

હેલ્થ ટિપ્સ : તંદુરસ્ત હૃદય માટે અપનાવો આ આહાર

જો તમે તમારા હૃદયનું યોગ્ય ધ્યાન રાખશો તો તે હંમેશા ખુશ રહેશે. જ્યારે તમે તમારા ભોજનમાં ટ્રાન્સ ફેટ અને બ્રેડ કોલેસ્ટ્રોલ સામેલ કરો છો ત્યારે છો ત્યારે  તમારા હૃદયને નુકશાન પહોંચાડો છો. હૃદય બ્લપ્રેશર થવાની સંભાવના વધી જાય છે. જોકે, વધુ વજન, ધુમ્રપાન, દારૂ પીવું અને ડાયાબીટિઝ હોવું વગેરે હૃદયરોગને આમંત્રણ આપે છે. ચાલો જાણીએ, કયા એવા આહાર છે જે તમને હૃદયરોગથી છુટકારો અપાવવામાં મદદ કરશે.

માછલી : તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે જે લોહિમાં ટ્રાઈગ્સિરાઈડ્સ (ચરબીનો એક પ્રકાર)ને ઓછું કરે છે. હૃદયમાં સોજો અને લોહિ જામ થવું વગેરેને ઓછું કરવામાં મદદ કરે છે. સેલ્મોન, ઝીંગા, ટ્યુના, ટ્રાઉટ, હેરિંગ વગેરે પ્રકારની દરિયાઈ માછલીઓ તમારા હૃદય માટે સારી સાબિત થઇ શકે છે. તેળેલી માછલીનું સેવન ન કરવું.

રેડ વાઈન : દિવસનો એક રેડ વાઈનનો ગ્લાસ પીવાથી તમે આ બીમારીથી દૂર રહિ શકો છો. રેડ વાઈન દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે જેમાં એચડીએલ જેવા પ્રાકૃતિક એન્ટીઓકસીડેન્ટ અને પોલીફિનોલ હોય છે જે લોહિની નળીઓને સાફ રાખે છે જેનાથી બ્લોકેજનું જોખમ ટળી જાય છે. તમે રેડ વાઈન પસંદ નથી કરતા તો દ્રાક્ષનો રસ પણ તમારા માટે એક સ્વસ્થ વિકલ્પ છે.

લીલા શાકભાજી : શાકભાજીમાં ફોલેટનું પ્રમાણ વધુ જોવા મળે છે જે હોમોસ્ટેનના જોખમને ઓછું કરે છે. શાકભાજી જેવા કે પાલક, સલાડ, ફલાવર વગેરેને તમારા રોજના ભોજનમાં સામેલ કરો. ટામેટામાં લાઈકોપીન રહેલું છે જે હૃદયરોગનો હુમલો થવાની સંભાવનાને પણ ઓછી કરી દે છે. માટે તેનું સેવન પણ તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે.

ઉચ્ચ ફાઈબર : આખા અનાજમાં ફાઈબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જે ખાવાથી ચરબીમાં ઘટાડો થાય છે. તેમાં ખનીજ, વિટામીન જેવા પદાર્થો જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. ભોજનમાં રોટલી, મસૂર, વટાણા, બ્રાઉન રાઉસ, જવ વગેરેનો સમાવેશ કરો.

બદામ : બદામમાં મોનો, પોલીઅનસેચ્યુરેટેડ, પોલીન્યુટ્રેન્ટ્સ જેવા ફેટ હોય છે જે હૃદય માટે સ્વસ્થ ખાધ પદાર્થ સાબિત થઈ શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને વિટામીન અને ફાઈબર પુરૂ પાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

(10:02 am IST)